
ગુજરાતમાં ગત વર્ષે 670 જીવિત વ્યક્તિઓ અને 203 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોનું દાન કરાયું છે. જેનાથી ઘણા જરુરીયાતમંદોને નવજીવન મળ્યું છે. અંગદાન મેળવનાર પરિવારનો આનંદ અંગદાતા સ્વજનના મૃત્યુના દુઃખને દૂર કરે છે.

આ વર્ષ ના બજેટમાં અંગદાન અને પ્રત્યારોપણના સેવાકાર્યને વેગ મળે તે માટે નાણાંકીય જોગવાઈ કરવામાં આવી હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું. મેડિકલ ટુરિઝમને વેગ મળે તે માટે અમદાવાદ સિવિલ મેડિસિટીની તર્જપર સુરત વડોદરા જામનગર અને ભાવનગર જિલ્લામાં સુપર સ્પેશ્યિલીસ્ટ હોસ્પિટલ અને મેડિસિટીનુ નિર્માણકાર્ય કરવામાં આવી રહ્યું હોવાની પણ તેમણે વાત કરી હતી.