બોટાદ જિલ્લાનું વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ એવું કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ હવે આગામી દિવસોમાં કિંગ ઓફ સાળંગપુર નામથી પણ ઓળખાશે કારણ કે આજે લાખો લોકોના આસ્થાના આ મંદિર પર લોકો દર્શન કરવા દેશ અને વિદેશથી અહીં આવતા હોય ત્યારે આગામી દિવસોમાં માત્ર ધામ નહિ પણ એક પર્યટક સ્થળ બને અને યુવા વર્ગ પણ અહીં દાદાના દરબારમા આવે તે વાત અને સંતોના વિચાર સાથે હાલ અહિંયા વિરાટ 54 ફૂટની બ્રોન્ઝની હનુમાનજી દાદાની મૂર્તિ ની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે
હાલ મૂર્તિના પગ અને છાતીનો ભાગ આવી ગયેલ હોઈ જેને ફીટીગ કરવાની કામગીરી શરુ છે, આ સાથે લાઈટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ સાથે હનુમાન ચાલીસા તેમજ સાળંગપુર મંદિરનો ઇતિહાસ જાણી શકાય તે મુજબનું આયોજન મંદિર પ્રસાસન દ્રારા કરવામાં આવશે
હનુમાનજી દાદાની 54 ફૂટની આ મૂર્તિ કુલ 135000 સ્કવેર ફૂટ એરિયામાં મુકવામાં આવશે અને આ મૂર્તિનો 30 હજાર કિલો વજન હશે આ મૂર્તિ વેધર પ્રુફ અને ભૂકંપ પ્રુફ હશે આ સાથે આશરે 7 કિલોમીટર દૂરથી આ મૂર્તિના લોકો દર્શન કરી શકે તેવું આયોજન કરવામાં આવશે
મૂર્તિની આસપાસ આશરે 12000 લોકો એક સાથે બેસી શકે તેવા વિશાળ બગીચાનું પણ આયોજન કરવામાં આવશે માત્ર ધર્મ પ્રેમી નહિ પણ પર્યટક સ્થળ પર ફરવાના શોખીનો પણ અહીં આવે અને પર્યટન સ્થળ સાથે હનુમાનજી દાદાના દર્શન કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે
સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી અને શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીના માર્ગદર્શન હેઠળ હાલ હરિયાણાના માનસર ખાતે હનુમાનજી દાદાની આ મૂર્તિ બની રહી છે અને આગામી સપ્તાહમાં કાળી ચૌદશ પહેલા સપૂર્ણ કામગીરી પૂર્ણ થાય તેવું આયોજન ચાલી રહ્યું છે, અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું અનાવરણ કરે તે માટે ની કામગીરી પણ કરવામાં આવી રહી છે.(Input Credit - Urvish Soni)