વિશ્વભરમાંથી G-20 શેરપાઓનું ઉદયપુરમાં સ્વાગત, G-20 પ્રેસિડેન્સીની પહેલી બેઠક ઉદયપુરમાં શરૂ

|

Dec 04, 2022 | 6:20 PM

તમને જણાવી દઈએ કે ભારતે ડિસેમ્બર મહિનાની પહેલી તારીખે સત્તાવાર રીતે G-20નું પ્રમુખપદ ગ્રહણ કર્યું છે. યજમાન રાષ્ટ્ર તરીકે ભારત નવી દિલ્હીમાં સપ્ટેમ્બર 2023માં યોજાનારી G-20 સમિટની બેઠકનો એજન્ડા નક્કી કરશે.

1 / 5
G20  meeting Gandhinagar

G20 meeting Gandhinagar

2 / 5
તેઓ વર્ષભરમાં થતી વાટાઘાટોની દેખરેખ રાખે છે અને સમિટ માટે એજન્ડા આઈટમ પર ચર્ચા કરી G20ના મહત્વપૂર્ણ કાર્યોનું સંકલન કરે છે. વિદેશ મંત્રાલયે તાજેતરમાં ઉદયપુરમાં કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી. G20 શેરપાની આ બેઠકના લીધે ઉદયપુરને આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે રજૂ કરવામાં પણ મદદ મળશે.

3 / 5
પ્રથમ દિવસે ‘Transforming Lives: Accelerating Implementation of SDGs’ થીમ પર એક પેનલ ચર્ચા કરવામાં આવી હતી. 5 ડિસેમ્બરે બીજા દિવસે અમિતાભ કાંત ભારતની G20 અધ્યક્ષતા વિશેનું વિવરણ તમામ ડેલિગેટ્સ સમક્ષ રજૂ કરશે. ત્યારબાદ નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના સચિવ, વિજય સેઠ, ફાઈનાન્સિયલ ટ્રેક અંગે સૌને માહિતગાર કરશે. ત્યારબાદ ડિજીટલ ઈકોનોમી, સ્વાસ્થ્ય અને શિક્ષણના વર્કિંગ ગ્રુપ અંતર્ગત, તકનીકી પરિવર્તન અંગે શેરપાઓનું એક સત્ર યોજાશે.

4 / 5
આ પ્રકારના બીજા સત્રમાં ગ્રીન ડેવલપમેન્ટ અને લાઈફસ્ટાઈલ વિષય પર ડેવલપમેન્ટ, ઉર્જા, પર્યાવરણ અને ડીઆરઆર વર્કિંગ ગ્રુપ દ્વારા ચર્ચા કરવામાં આવશે. બાકીના સત્રના વિષયોમાં ઝડપી, સમાવિષ્ટ અને સ્થિતિસ્થાપક વૃદ્ધિ, મલ્ટિલેટરલિઝમ, 3એફ (ફુડ, ફ્યુએલ, ફર્ટિલાઇઝર), મહિલાઓના નેતૃત્વમાં વિકાસ, પ્રવાસન અને સંસ્કૃતિ, નિષ્કર્ષ અને G20 ઈન્ડિયા દ્વારા આગળનો માર્ગ સહિતના વિષયો સામેલ છે.

5 / 5
તમને જણાવી દઈએ કે ભારતે ડિસેમ્બર મહિનાની પહેલી તારીખે સત્તાવાર રીતે G-20નું પ્રમુખપદ ગ્રહણ કર્યું છે. યજમાન રાષ્ટ્ર તરીકે ભારત નવી દિલ્હીમાં સપ્ટેમ્બર 2023માં યોજાનારી G-20 સમિટની બેઠકનો એજન્ડા નક્કી કરશે. G20 ડેલિગેટ્સ રાજસ્થાનની જીવંત પરંપરાઓ અને સંસ્કૃતિને નિહાળશે. તેઓ બોટ દ્વારા ઉદયપુરના વિવિધ વિસ્તારોની મુલાકાત લેશે. તે સિવાય તેઓ માણેક ચોક, શિલ્પગ્રામ ક્રાફ્ટ વિલેજ, કુંભલગઢ કિલ્લો અને રણકપુર મંદિર પરિસરની મુલાકાત લેશે.

Next Photo Gallery