ક્રુરતાની દરેક હદ પાર : યુક્રેનનું બૂચા શહેર મૃતદેહોથી ઉભરાયું, ભયાનક દ્રશ્યો જોઈને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી રડી પડ્યા

યુક્રેનના બુચા શહેરની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે, અહીં જે પણ બન્યું તે સાંભળીને લોકોના હાથ-પગ ધ્રૂજી જાય છે. આ યુક્રેનનું શહેર છે, જે યુદ્ધ દરમિયાન રશિયન સૈનિકોના કબજા હેઠળ આવ્યું હતું. જ્યારે રશિયન સૈન્ય પીછેહઠ કરી ત્યારે યુક્રેનિયન સૈનિકો અહીં આવ્યા અને તેઓએ જે દ્રશ્ય જોયું તે આશ્ચર્યજનક હતું.

| Edited By: | Updated on: Apr 06, 2022 | 7:06 AM
4 / 6
યુક્રેનિયન અધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે રશિયાની સૈન્ય પીછેહઠ કરતા પહેલા અહીં યુદ્ધ ગુનાઓ આચર્યા છે અને તેણે જે છોડી દીધું તે "એક હોરર મૂવી જેવું" હતું. જે તસવીરો સામે આવી છે તેમાં લોકોના મૃતદેહ ખુલ્લામાં પડેલા છે. ભોંયરા જેવી જગ્યાએથી પણ ઘણા મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે ઘણી ખુલ્લી કબરો એ જ જગ્યાએ પડેલી છે. (તસવીર-AFP)

5 / 6
યુક્રેનના અધિકારીઓનું કહેવું છે કે, તેમને કિવની ઉત્તરે આવેલા બુચા શહેરમાં એક જ સામૂહિક કબરમાંથી પાંચ ડઝન મૃતદેહો મળ્યા છે. લોકોના ઘરોમાં આગ લગાડવામાં આવી છે. દરેક જગ્યાએ માત્ર અને માત્ર અત્યાચારના નિશાન મળી આવ્યા છે. (તસવીર-AFP)

6 / 6
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના સહાયક ઓલેકસી એરેસ્ટોવિચે જણાવ્યું હતું કે, યુક્રેનિયન દળોને બળાત્કાર કરીને સળગાવવામાં આવેલી મહિલાઓના મૃતદેહો તેમજ સ્થાનિક અધિકારીઓ અને બાળકોના મૃતદેહો મળ્યા છે. ઝેલેન્સકી પણ આ શહેરની મુલાકાત લઈ ચૂક્યા છે. અહીંની પરિસ્થિતિ જોઈને તે પોતાના આંસુ રોકી શક્યા નહીં. (તસવીર -AFP)