
આ સમગ્ર વિસ્તારને નવો લુક મળી રહ્યો છે. હવે મંગલનાથ, સિદ્ધવત અને ત્રિવેણી સ્થિત શનિ મંદિરને પણ તે જ રીતે શણગારવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ બ્યુટીફિકેશનની સાથે ઉજ્જૈનની અવંતિ વોરિયર્સની ટીમ પણ વૃક્ષારોપણ અને શ્રમદાનનું કામ કરી રહી છે.

આ ટીમમાં ડિવાઈન વેસ્ટ મેનેજમેન્ટ અને ઓમ સાઈ રિજનના સભ્યો તેમજ વિક્રમ યુનિવર્સિટી, અવંતિકા વિશ્વવિદ્યાલય અને માધવ ફાઈન આર્ટ કોલેજના વિદ્યાર્થીઓ ઉજ્જૈનને પેઈન્ટિંગથી શણાગારી રહ્યા છે.

આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી દેશભરમાં ભારતીય સ્વચ્છતા લીગ શરૂ થઈ છે. જેમાં દેશભરના 1800 શહેરો ભાગ લઈ રહ્યા છે.

આ લીગ દરમિયાન ભારતના 100 મોટા શહેરોમાં ટીમો બનાવીને ટીમ અને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. જેમાં ઉજ્જૈનની ટીમ અવંતિ વોરિયર્સ છે, જેના કેપ્ટન મેયર મુકેશ તટવાલ છે.

આ ટીમ 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ સુધી શહેરવાસીઓને સ્વચ્છતા, જાહેર સ્થળોની સ્વચ્છતા, શહેરનું બ્યુટિફિકેશન, પ્લાસ્ટિક પ્રતિબંધ તેમજ શહેરની સ્વચ્છતા અંગે જાગૃત કરશે.

અત્યાર સુધીમાં આ ટીમમાં કુલ 4600 યુવાનો નોંધાયા છે, જેઓ ટીમ સાથે મળીને કામ કરી રહ્યા છે. આ ટીમ ઉજ્જૈનની કાયાપલટ કરી રહ્યા છે.