
જ્યારે 970 કિલોગ્રામ GAZAP બોમ્બને વિમાનમાંથી જમીન પર ફેંકવામાં આવે છે, ત્યારે તેના કણો 10 વિવિધ પ્રકારના ઘાતક ટુકડાઓમાં ફેરવાય છે. આ બોમ્બની વિસ્ફોટક ક્ષમતા અમેરિકન MK-84 બોમ્બ કરતાં લગભગ ત્રણ ગણી વધારે છે.

GAZAP બોમ્બ સેંકડો ચોરસ મીટરના વિસ્તારમાં વિનાશ મચાવી શકે છે. તુર્કીના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બોમ્બના તમામ પરીક્ષણો પૂર્ણ થઈ ગયા છે અને હવે તે ઉપયોગ માટે તૈયાર છે.

તુર્કીએ NEB-2 ઘોસ્ટ નામનો બંકર-બસ્ટર બોમ્બ પણ વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે. તુર્કીના અધિકારીઓનો દાવો છે કે તે યુએસ-નિર્મિત બંકર બસ્ટર કરતાં વધુ શક્તિશાળી છે અને 7 મીટર C50 કોંક્રિટ દિવાલને ભેદી શકે છે. તે વિશ્વનો સૌથી શક્તિશાળી પરંપરાગત બોમ્બ હોવાનું કહેવાય છે જે વિમાનમાંથી ફેંકી શકાય છે. GAZAP બોમ્બ અમેરિકાના MK-84 બોમ્બ કરતા લગભગ ત્રણ ગણો વધુ શક્તિશાળી હોવાનું કહેવાય છે. (Image - Türkiye Defence)