શું શિયાળાની ઋતુમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે? આ રીતે કાળજી લો

શિયાળાની ઋતુમાં તુલસીનો છોડ સુકાઈ જવા લાગે છે. આવું એટલા માટે થાય છે કારણ કે તુલસીના છોડનું સરેરાશ આયુષ્ય લગભગ 1.5 વર્ષનું જ હોય છે, તુલસીનો છોડ સામાન્ય રીતે ઉનાળામાં વાવવામાં આવે છે. જેમ જેમ શિયાળો આગળ વધે છે તેમ તેમ આ છોડ સુકાઈ જવા લાગે છે.

| Updated on: Jan 13, 2024 | 11:32 AM
1 / 6

2 / 6
ઘણી વખત એવું પણ બને છે કે છોડને રોપ્યા પછી, તે પહેલા શિયાળામાં સારી રીતે વધે છે. જો કે બીજો શિયાળો આવતા આવતા તે સુકાઈ જાય છે. અમે તમને જણાવીશું કે શિયાળામાં પણ તુલસીના છોડને કેવી રીતે લીલો રાખી શકાય છે.

3 / 6
તુલસીના છોડને પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. શિયાળામાં આપણને એવુ લાગે છે કે હવામાં થોડુ ભેજ હોવાના કારણે તુલસીના છોડને પાણીની ઓછી જરુર પડે છે,એટલે આપણે તેને પુરતા પ્રમાણમાં પાણી આપતા નથી. જેના કારણે તુલસીનો છોડ સુકાઇ જાય છે.

4 / 6
શિયાળામાં પણ તુલસીના છોડને પૂરતા પ્રમાણમાં પાણી આપવુ જોઇએ. જો કે વધુ પડતું પાણી પણ તુલસીના છોડનો વિકાસ અટકાવી શકે છે. તુલસીના છોડને એવી જગ્યાએ રાખો જ્યાં તેના પર ઝાકળ ન પડે. આ છોડ સાથે ખૂબ ઠંડા પવનનો સંપર્ક પણ ન થવા દેવો જોઈએ.

5 / 6
તુલસીના છોડને ઠંડા પવન અને ઠંડીથી બચાવવા માટે, તેને એવી જગ્યાએ રાખો જ્યાં સૂર્યપ્રકાશ હોય અને સીધો પવન ન હોય. શિયાળાની ઋતુમાં તમે આ છોડને પાતળા કપડાથી ઢાંકીને પણ રાખી શકો છો.

6 / 6
તુલસીનો છોડ પર શિયાળાની ઋતુમાં વધુ ફૂલ આવતા હોય છે, તેથી તમારે સમયાંતરે તેને દૂર કરતા રહેવું જોઈએ. એવું માનવામાં આવે છે કે વધુ પ્રમાણમાં છોડ પર ફુલ આવે તો તે છોડના તમામ પોષણને શોષી લે છે અને પોષણના અભાવે તે સુકાઈ જાય છે. (Photo credit-istock)

Published On - 11:23 am, Sat, 13 January 24

Follow Us