Travel: ઉનાળાના વેકેશનમાં દક્ષિણ ભારતના આ સ્થળોને બનાવો તમારી ખાસ ફરવા માટેની જગ્યા

|

May 12, 2022 | 11:04 AM

ઉનાળાના વેકેશનમાં પ્રવાસ (Summer vacation trip) ન કરવો જોઈએ, એવું તો ન જ થઈ શકે. ઉનાળાની રજાઓમાં મોટાભાગના પરિવારો બહાર ફરવા જતા હોય છે. સાથે જ કેટલાક લોકો મૂંઝવણમાં હોય છે કે તેઓ ફરવા ક્યાં જઈ શકે? જો કે, તમે બાળકો સાથે દક્ષિણ ભારતના આ સ્થળોનો પ્રવાસ કરી શકો છો.

1 / 5
જો આ ઉનાળાના વેકેશનમાં પરિવાર સાથે ફરવાનો પ્લાન હોય તો તમે દક્ષિણ ભારતમાં જઈ શકો છો. આવા ઘણા સ્થળો છે, જે ઇતિહાસ અને સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય મન મોહી લે તેવું છે. આ જગ્યાઓ પર કરો એક નજર...

2 / 5

ઉટીઃ તમિલનાડુમાં નીલગિરી પહાડીઓમાં સ્થિત ઉટીને વાસ્તવમાં 'ઉત્કમંડા' કહેવામાં આવે છે. પર્વતોની વચ્ચે વસેલા ઉટીને 'પહાડોની રાણી' પણ કહેવામાં આવે છે. ઉટી ડોડાબેટ્ટા ગાર્ડન, કાલાહટ્ટી ફોલ્સ અને ફ્લાવર શો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

3 / 5
પોંડિચેરી: તેને દક્ષિણ ભારતની 'ફ્રેન્ચ રાજધાની' તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં તમને ફ્રેન્ચ આર્કિટેક્ચર, દરિયાકિનારા, ઓથેન્ટિક બેકરીઓ અને ઐતિહાસિક ચર્ચ જોવા મળશે. અહીં રહેલા સમુદ્રનો નજારો મન મોહી લે તેવો છે.

4 / 5
મુન્નાર: દક્ષિણ ભારતનું સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળ માનવામાં આવે છે. મુન્નારનું પ્રાકૃતિક સૌંદર્ય દિલ જીતી લે છે. આ જગ્યાએ ઘણા સુંદર ચાના બગીચા છે, જ્યાં તમે પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકો છો. મુન્નારમાં ઘણા ધોધ પણ છે, જેને દક્ષિણ ભારતનું 'કાશ્મીર' કહેવામાં આવે છે.

5 / 5
કોડૈકનાલ: આ હિલ સ્ટેશન તેની પ્રાકૃતિક સુંદરતા માટે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અહીં તમે Cokers Walk, Bear Shola Falls, Kodaikanal Lake, Green Valley View જેવા સ્થળોની મુલાકાત લઈને સફરને શાનદાર બનાવી શકો છો. આ સ્થળ પ્લમ અને નાસપતી માટે પણ પ્રખ્યાત છે.

Next Photo Gallery