
લોંગબર્ગર હેડક્વાર્ટરઃ આ એક પ્રકારની ઓફિસ છે. જે વર્ષ 1997માં બનાવવામાં આવી હતી. તેને લોંગબર્ગરની હેડ ઓફિસ કહેવામાં આવે છે અને તેનો આકાર ટોપલી જેવો છે. આ ઈમારત દૂરથી જોવામાં આવે તો ખૂબ જ સુંદર લાગે છે.

ઉલ્ટા રેસ્ટોરન્ટ, જ્યોર્જિયા: જો તમે જ્યોર્જિયાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો ચોક્કસપણે અહીંની આ આકર્ષક રેસ્ટોરન્ટમાં ભોજનનો આનંદ લો. આ રેસ્ટોરન્ટની ઈમારતનો આગળનો ભાગ ઊંધા આકારમાં બનાવવામાં આવ્યો છે. જે ખૂબ જ આકર્ષક છે. (Edited By-Meera Kansagara)