
જો તમે રોમેન્ટિક સ્થળ શોધી રહ્યા છો,તમારા જીવનસાથી સાથે કેબલ કારમાં મુસાફરી કરવાની એક અલગ જ મજા છે. નૈનિતાલ રોપવેની ગણતરી દેશના સૌથી ઝડપી રોપવેમાં થાય છે. આ રોપવે પરથી સમગ્ર નૈનિતાલનો સુંદર નજારો જોઈ શકાય છે. તેની ઊંચાઈ પાયાથી 2270 મીટર છે.

નૈનીતાલની તમારી સફર નૈની બોટિંગ કર્યા વિના અધુરી છે. અહીં તમારા જીવનસાથી સાથે બોટિંગ કરી શકો છો. અહીં વિવિધ બોટ ઉપલબ્ધ છે જેમાં તમે બેસીને સનસેટ જોઈ શકો છો.

ભીમતાલ તળાવ નૈની તળાવથી થોડા અંતરે આવેલું છે. આ તળાવની ખાસિયત એ છે કે, તમને નૈની તળાવ જેટલી ભીડ અહીં જોવા મળશે તેટલી નહીં દેખાય. આ જગ્યા તમારા હૃદયને સ્પર્શી જશે.