Travel With Tv9 : શિયાળામાં માણો લદ્દાખમાં આવેલા મનમોહક ચાદર ટ્રેકની મજા, આ રહ્યો ટ્રેકિંગ પ્લાન
દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ ભારતના કેટલાક સ્થળોએ ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં લદ્દાખમાં ચાદર ટ્રેક ફરી શકાય.
1 / 5
કોઈ પણ વ્યક્તિને પોતાના વ્યવસાયમાંથી ઓછા સમયમાં ચાદર ટ્રેકનો પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 5 અને 7 દિવસ માટે માઉન્ટ ચાદર ટ્રેક જવુ છે તો કેવી રીત જઈ શકાય. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, ટ્રેન વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.
2 / 5
લદ્દાખમાં આવેલી આ એક ખૂબ જ સુંદર જગ્યા છે. લદ્દાખમાં આવેલી ઝંસ્કર નદી શિયાળામાં બરફ થઈ જાય છે. ત્યારે સહેલાણીઓ દ્વારા આ નદી પર ટ્રેક કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે.
3 / 5
તમે ચાદર ટ્રેકની મજા માણવા માટે અમદાવાદથી લદ્દાખ સુધી ફ્લાઈટ અથવા તો ટ્રેન મારફતે પહોંચી શકો છો. ત્યારબાદ લદ્દાખથી તમે લોકલ ટેક્સી અથવા બસ મારફતે ઝંસ્કર નદી સુધી પહોંચી ચાદર ટ્રેકની શરુઆત કરી શકો છો. ચાદર ટ્રેક આશરે 5 થી 9 દિવસ સુધીમાં કરી શકો છો. આ સમયગાળામાં અહીંનું વાતાવરણ -20 ડિગ્રી જેટલુ હોય છે.
4 / 5
જો તમે 5 દિવસ માટે ચાદર ટ્રેક પર જવા માગતા હોવ તો લેહથી ટિબ સુધી તમે કાર મારફતે પહોંચી શકો છો. ત્યાર બાદ તમે ટ્રેક શરુ કરી શકો છો. ત્યારબાદ ત્રીજા દિવસે તમે નેરક ટ્રેક પર જઈ શકો છો. આ બાદ તમે ચોથા દિવસે નેરાક સુધીનો ટ્રેક અથવા ટિબ પર પાછા ફરી શકો છો. ત્યારબાદ પાંચમાં દિવસે લેહ આવી ત્યાંથી અમદાવાદ પરત આવી શકો છો.
5 / 5
અમદાવાદથી લેહ પહોંચી તમે ચાદર ટ્રેક માટે લેહથી ટિબ સુધી તમે કાર મારફતે પહોંચી શકો છો. ત્યાર બાદ તમે ટ્રેક શરુ કરી શકો છો. ચાદર ટ્રેક પર વિશેષ ધ્યાન રાખવુ પડે છે. જ્યાં બંને ત્યાં સુધી સોલો ટ્રાવેલ કરવાનું ટાળવુ જોઈએ. તેમજ ટ્રેક દરમિયાન શેરપાને સાથે રાખવા જોઈએ. જેનાથી ટ્રેકિંગ કરવુ સરળ રહે છે. ચાદર ટ્રેક જાવ ત્યારે ટ્રેકિંગના સમય કરતા 2-3 દિવસનો વધારે સમય કાઢીને જવુ જોઈએ. ત્યાં વાતાવરણ અચાનક પલટાતુ હોવાથી કેટલીક વાર સમય વધારે પણ થાય છે.