
ભારતમાં ઘણા ઓફબીટ બીચ છે, જ્યાં હજારો લોકો ફરવા આવે છે. બીચ એક એવી જગ્યા છે, જ્યાં દરેક ઋતુમાં લોકો મજા કરવા આવે છે. આજે અમે તમને ભારતના કેટલાક એવા બીચ વિશે જણાવીશું, જ્યાં તમે મુલાકાત લઈ શકો છો.

પ્રોમેનેડ બીચ - પુડુચેરીનો પ્રોમેનેડ બીચ ખૂબ જ લોકપ્રિય છે. અહીં લોકોને દિવસ અને રાત રોનક જોવા મળશે. અહીં તમે વોટર એક્ટિવિટી પણ માણી શકો છો.

રાધા નગર બીચ - આંદામાન અને નિકોબારમાં આવેલ રાધા નગર બીચ એશિયાના શ્રેષ્ઠ બીચમાં ગણવામાં આવે છે. આ સ્થળની સુંદરતા આખી દુનિયામાં ફેમસ છે.

ગોકર્ણ - કર્ણાટકનો ગોકર્ણ બીચ એક ભવ્ય બીચ છે. ગોકર્ણ લોકોમાં ફેમસ સ્થળ છે. માત્ર ભારતીય લોકો જ નહીં પરંતુ વિદેશી પર્યટકો પણ અહીં ફરવા આવે છે.

અરમ્બોલ બીચ - ગોવા નાઇટ લાઇફ અને બીચ ડેસ્ટિનેશન માટે પ્રખ્યાત છે. અહીં અરમ્બોલ બીચ પર હજારો પ્રવાસીઓ ફરવા આવે છે. લોકો અહીં વોટર સ્પોર્ટ્સની મજા માણવા આવે છે.