
સિંગાપોરમાં તમને મર્લિઅન પાર્ક, સિંગાપોર ફ્લાયર, સેન્ટોસા આઇલેન્ડ જેવી ઘણી જગ્યાઓ પર જવાનો મોકો મળશે. પેકેજમાં લોકોને 3 સ્ટાર હોટલમાં રહેવાની સુવિધા મળશે. પેકેજ વિશે વધુ માહિતી માટે તમે IRCTCની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

જો તમે એકલા મુસાફરી કરો છો, તો તમારે 1,63,700 રૂપિયા ચૂકવવા પડશે. બે લોકો માટે વ્યક્તિ દીઠ 1,34,950 રૂપિયા ચૂકવવા પડશે અને ત્રણ લોકો માટે 1,18,950 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવાના રહેશે.