
જો તમે ગુજરાતના ટ્રેડિશનલ લાઈફસ્ટાઈલને જાણવા માંગો છો, આમતો અનેક સ્થળો આવેલા છે. તમે સૂર્યમંદિરનું નામ પણ સાંભળ્યું હશે. જે ગુજરાતનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોમાંથી એક છે. જે મોઢેરામાં આવેલું છે. અહિ તમે ફોટો શૂટ પણ કરી શકો છો.

પાટણની ગણના ગુજરાતના પ્રાચીન શહેરોમાં થાય છે. તેનો પાયો ચાવડા શાસકોએ નાખ્યો હતો. પાટણ લાંબા સમય સુધી ચાવડા શાસકોની રાજધાની હતી, પરંતુ તે 13મી સદીમાં નાશ પામી હતી. પછીથી અહીં એક નવું શહેર બનાવવામાં આવ્યું, પરંતુ તમને જુની ઈમારતો આજે પણ ખંડેર હાલતમાં જોવા મળે છે.સહસ્ત્રલિંગ તળાવ,જૈન મંદિરો,રાણી ની વાવ સહિત અનેક જોવા લાયક સ્થળો આવેલા છે.

લોથલ પ્રાચીન સિંધુ ઘાટીની સભ્યતાના શહેરોમાંથી એક મહત્વપૂર્ણ સ્થળ છે.તમને જણાવી દઈએ કે, અહિ પ્રવાસીઓ માટે મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. જ્યાં તમે લોથલના ઈતિહાસને સમજી શકશો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અહિ રત્નો અને મોતી, ઘરેણાનો વ્યપાર પશ્ચિમ એશિયા તેમજ આફ્રિકા સુધી જતો હતો.