
મંડી શહેરથી પરાશર તળાવ 49 કિલોમીટરના અંતરે છે. એવું માનવામાં આવે છે કે તેની ઉત્પત્તિ પરાશર ઋષિ દ્વારા થઈ હતી. તેણે પોતાનું શસ્ત્ર જમીન પર માર્યુ, શસ્ત્ર જમીનની અંદર પહોંચતા જ પાણીનો પ્રવાહ બહાર આવ્યો અને તેણે તળાવનું રૂપ ધારણ કર્યું. તળાવની સાથે અહીં પરાશર ઋષિનું મંદિર પણ બનેલું છે. સાથે જ તમે અહીંની ખીણોની મજા પણ માણી શકો છો.

સુંદરનગર તળાવને કૃત્રિમ રીતે બનાવવામાં આવ્યું છે, પરંતુ તે એટલું સુંદર છે કે તમે અહીંનો નજારો જોઈને મંત્રમુગ્ધ થઈ જશો. તે મંડીથી 25 કિમીના અંતરે ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે-21 સાથે સુંદરનગરમાં આવેલું છે. આ તળાવમાંથી 990 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે.