Travel Special: દક્ષિણ ભારતની સુંદરતાને જીવનભર આંખોમાં કેદ કરવા માટે આ 5 સ્થળોની મુલાકાત અવશ્ય લો

|

Feb 22, 2022 | 2:15 PM

દક્ષિણ ભારત સુંદરતા અને રહસ્યોથી ભરેલુ છે, અહીં વિતાવેલી રજાઓ તમને હંમેશા યાદ રહેશે. આજે અમે તમને આ બધા સ્થળોનો પરિચય કરાવીશું.

1 / 6
ભારતમાં ફરવા માટે ઘણી ખાસ જગ્યાઓ છે. જેમાંથી એક દક્ષિણ ભારત છે. સુંદરતાનો ખજાનો ભારતના દક્ષિણ ભાગમાં રહેલો છે. આ જ કારણ છે કે દર વર્ષે ઘણા પ્રવાસીઓ દક્ષિણ ભારતની સુંદરતા જોવા આવતા હોય છે. અહીંના લીલાછમ દૃશ્યો, મનોહર ખીણો દરેકને મંત્રમુગ્ધ કરે છે. આજે અમે તમને દક્ષિણ ભારતના ખાસ સ્થળોનો પરિચય કરાવીશું.

2 / 6
કોવલમની વાત કરીએ તો આ સ્થળ કેરળના તિરુવનંતપુરમ શહેરમાં અરબી સમુદ્રના કિનારે આવેલું છે. આ એક નાની પણ ખૂબ જ સુંદર જગ્યા છે. આ શહેર સુંદર ઐતિહાસિક આકર્ષણો યુક્ત છે, અહીં એક ખુલ્લો બીચ પણ છે.

3 / 6
મુન્નાર એક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે, જે દક્ષિણની ગોદમાં આવેલું છે. ચાના બગીચાઓથી સુશોભિત મુન્નાર ફરવા માટે ખૂબ જ સુંદર સ્થળ છે.અહીં તમે તમારા જીવનસાથી સાથે આરામની પળો વિતાવી શકો છો. તમે અહીં ટી મ્યુઝિયમ, સેન્ટ એન્થોની સ્ટેચ્યુ અને લોકલ માર્કેટની મુલાકાત લઈ શકો છો.

4 / 6
વાયનાડને દક્ષિણ ભારતની સુંદરતાનો રાજા કહેવામાં આવે છે. આ જગ્યા યુગલોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. હરિયાળી ટેકરીઓ પ્રદાન કરતું આ શહેર સુંદર દૃશ્યો સાથે શાંતિ અને આરામ આપે છે. અહીં તમે ટ્રેકિંગ સિવાય રહસ્યમય ગુફાઓમાં પણ ફરવા જઈ શકો છો.

5 / 6
હમ્પી દક્ષિણ ભારતનું એક સુંદર સ્થળ છે જે લોકોને ખૂબ પસંદ આવે છે. લોકો હંમેશા અહીં જવાનું પસંદ કરે છે. દુનિયાભરમાંથી લોકો હમ્પીની મુલાકાતે આવે છે. આ સ્થાન ઐતિહાસિક છે અને તમે ખોવાયેલા સામ્રાજ્યો વિશે વધુ જાણવા માટે આ સ્થાનની મુલાકાત લઈ શકો છો. આ સ્થળ મંદિરોના આકર્ષક સ્થાપત્યનો ખજાનો છે.

6 / 6
વર્કલા એ કેરળનું દરિયાકાંઠાનું શહેર છે, જે લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક છે. વર્કલામાં, તમે ટેકરીઓ, પ્રાચીન દરિયાકિનારા, કિલ્લાઓ, તળાવો અને લાઇટ હાઉસનો આનંદ માણી શકો છો. આ સિવાય આ સ્થળના કેટલાક મુખ્ય આકર્ષણોમાં વરકલા બીચ, જનાર્દન સ્વામી મંદિર અને પાપનાસમ બીચ છે જેની તમારે મુલાકાત લેવી જ જોઈએ.

Next Photo Gallery