Travel: નવા વર્ષના વીકએન્ડ પર કરી રહ્યા છો ફરવાનું પ્લાનિંગ, આ સ્થળો કરાવશે મજા

|

Dec 19, 2021 | 8:20 PM

નવા વર્ષની રજાઓ થોડા દિવસમાં શરુ થશે, ત્યારે આવી સ્થિતિમાં ઉજવણીની મજા કોઈ ફરવાના સ્થળે જઈને બમણી કરવા માગો છો? જો તમે પણ આ અવસર પર ઘરની બહાર જવાનું વિચારી રહ્યા છો તો દિલ્હીની નજીકની આ જગ્યાઓ પર જાઓ.

1 / 6
નીમરાના કિલ્લો: જો આપણે દિલ્હી (Delhi)થી થોડે આગળ રાજસ્થાન તરફ આગળ જઈએ તો નીમરાના અલવર જિલ્લાનું એક પ્રાચીન ઐતિહાસિક સ્થળ છે. આર્કિટેક્ચરનું આ એક અદ્ભુત ઉદાહરણ છે. અહીં તમને હેરિટેજ હોટલ સિવાય શ્રેષ્ઠ લૉન, પહાડીઓ, સ્વિમિંગ પુલ અને બગીચાઓનું સ્થાન પણ મળશે.

2 / 6
પ્રતાપગઢ ફાર્મ: તમને પ્રતાપગઢ ફાર્મની મુલાકાત ગમશે, જે તેના ઐતિહાસિક મહત્વ અને સુંદર દૃશ્ય માટે પ્રખ્યાત છે. તે દિલ્હીથી થોડે દૂર આવેલું છે. અહીં તમે ઘણી પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો.

3 / 6
ચંદીગઢઃ ચંદીગઢ હરિયાણાની રાજધાની તરીકે પ્રખ્યાત છે. ચંદીગઢ એક અલગ પ્રકારનું સ્થળ છે, જ્યાં પ્રવાસ કરવો દરેકને ગમે છે. આ શહેરને ભારતનું શ્રેષ્ઠ આયોજનબદ્ધ શહેર માનવામાં આવે છે. અહીં તમે રોક ગાર્ડન, મોર્ની હિલ્સ વગેરેની મુલાકાત લઈ શકો છો.

4 / 6
સરિસ્કા: આ વાઘ અભ્યારણ્ય ભારતના સૌથી પ્રસિદ્ધ રાષ્ટ્રીય ઉદ્યાનોમાંનું એક છે. તે રાજસ્થાન રાજ્યના અલવર જિલ્લામાં આવેલું છે. અહીં પ્રવાસે જવું તમને ગમશે.

5 / 6
સૂરજ કુંડઃ સૂરજકુંડ અહીં ભરાતા મેળા માટે જાણીતું છે, નવા વર્ષના અવસર પર પણ તમે અહીંની મુલાકાતનો આનંદ માણશો. અહીં જાઓ અને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવો.

6 / 6
તાજમહેલઃ દુનિયાભરમાં પ્રેમનું ઉદાહરણ ગણાતા તાજમહેલની મુલાકાત લેવાનો પ્લાન બનાવો. તે દિલ્હીથી 250 કિલોમીટરના અંતરે આવેલું છે. જો તમે ઈચ્છો તો તમે એક દિવસમાં તેની મુલાકાત લઈ શકો છો અને દિલ્હી પાછા આવી શકો છો.

Next Photo Gallery