Travel: માર્ચમાં ફરવા જવાની યોજના બનાવી રહ્યા હોવ તો, રાજસ્થાનના આ સ્થળો અંગે ખાસ જાણો

|

Mar 01, 2022 | 9:01 AM

જો તમે માર્ચ મહિનામાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો તમે રાજસ્થાનને તમારું ડેસ્ટિનેશન બનાવી શકો છો. અહીં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં પરિવાર કે જીવનસાથી સાથે શ્રેષ્ઠ પળો માણી શકાય છે.

1 / 5
હવા મહેલઃ પિંક સિટી કહેવાતા જયપુરની મુલાકાતે આવતા પ્રવાસીઓ હવા મહેલ જોયા વિના પાછા જતા નથી. આ ઈમારત  ઐતિહાસિક મહત્વ અને ભવ્ય સ્થાપત્યનું ઉદાહરણ આપે છે.

2 / 5
ચોકી ધાણી: 10 એકરમાં ફેલાયેલા આ રિસોર્ટમાં તમે રાજસ્થાનની સંસ્કૃતિ અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકો છો. તે તમને પ્રાચીન કલાકૃતિઓ, હસ્તકલા, ચિત્રો, લોક વાર્તાઓ અને શિલ્પો સાથે પરંપરાગત રાજસ્થાનનું વાસ્તવિક નિરૂપણ બતાવે છે.

3 / 5
જેસલમેર: અદ્ભુત સંસ્કૃતિ અને શાંત વાતાવરણ માટે જાણીતું જેસલમેર રાજસ્થાનનું સૌથી પ્રિય પ્રવાસન સ્થળ છે. દિવસ દરમિયાન અહીં ઘણા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધા પછી, તમે સાંજે રેતાળ રણમાં ભવ્ય રાજસ્થાની ખોરાક અને લોક નૃત્યનો આનંદ માણી શકો છો.

4 / 5
માઉન્ટ આબુઃ આ સ્થળ મનાલી, શિમલા જેવું હનીમૂન ડેસ્ટિનેશન માનવામાં આવે છે. તમને આ સ્થળના સુંદર નજારાઓ ગમશે. રાજસ્થાનના આ સ્થળની મુલાકાત દરમિયાન તમને ખૂબ મજા આવશે.

5 / 5
ભોજનઃ રાજસ્થાનને પણ અહીંની સ્વાદિષ્ટ વાનગી માટે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. રાજસ્થાન આવતા મોટાભાગના પ્રવાસીઓ ચોક્કસપણે દાળ, બાટી અને ચુરમાનો સ્વાદ ચાખતા હોય છે. ઉપરાંત, પીરસવામાં આવતી સૂકી લાલ મરચાની ચટણી ભોજનનો સ્વાદ બમણો કરે છે.

Next Photo Gallery