
પોલીસ રેકોર્ડ મુજબ, ફેબ્રુઆરીના છેલ્લા મહિનામાં અને માર્ચની શરૂઆતમાં લગભગ 171 વિદેશીઓએ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. મોટી સંખ્યામાં એવી મોટરબાઈક છે કે જેના પર કાયદેસરની નંબરપ્લેટ પણ નથી. એટલું જ નહીં, બાલીમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે.

તમને જણાવી દઈએ કે, બાલી એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે જે સુંદર બીચ, સંસ્કૃતિ અને અદભૂત લેન્ડસ્કેપથી સમૃદ્ધ છે. આખા વર્ષ દરમિયાન અહીં પ્રવાસીઓનો ધસારો રહે છે અને તેથી જ બાલીની અર્થવ્યવસ્થામાં પર્યટનની મોટી ભૂમિકા છે. કોરોના કાળ પછી અહીંના પ્રવાસન ઉદ્યોગને મોટો ઝટકો લાગ્યો હતો, પરંતુ હવે ધીમે ધીમે અહીં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે.