Travel Special: શિયાળાની ઋતુમાં ફરવા માટે હિમાચલ પ્રદેશ શ્રેષ્ઠ વિકલ્પ છે, સુંદર નજારો જોવા માટે એકવાર પ્લાન બનાવો

|

Dec 24, 2021 | 8:38 AM

હિમાચલ પ્રદેશની ઉંચી ખીણો અને ટેકરીઓ સાથેનું પ્રાકૃતિક સૌંદર્ય અહીં આવતા પ્રવાસીઓને મોહિત કરે છે અને તેમને શાંતિનો અનુભવ કરાવે છે.

1 / 8
Travel Special:ભારતમાં ફરવા માટે ઘણી સુંદર જગ્યાઓ છે, જ્યાં તમે શિયાળામાં મુલાકાત લઈ શકો છો. હિમાચલ પ્રદેશ આમાંથી એક છે. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો, સુંદર બરફથી ઢંકાયેલ પહાડો, લાકડાના મકાનો, ઝરણામાંથી વહેતું પાણી શિયાળામાં ફરવા માટે શ્રેષ્ઠ છે.  આજે અમે તમને જણાવીશું કે હિમાચલમાં જોવાલાયક સ્થળો ક્યાં છે

2 / 8
કસૌલી શહેર ચંદીગઢ અને શિમલા વચ્ચે આવેલું છે. હિમાચ્છાદિત પર્વતો અને લીલાછમ ઘાસના મેદાનો તેની સુંદરતામાં વધારો કરે છે. જો તમે હિમાચલ જાવ તો તમારે એકવાર કસૌલીની મુલાકાત અવશ્ય લેવી.

3 / 8
હિમાચલ પ્રદેશમાં મનાલી ખૂબ જ સુંદર જગ્યા છે, અહીંના પહાડો અને નદીઓનો નજારો દિવાના કરી મુકે છે. શિયાળાની ઋતુમાં બરફથી ઢંકાયેલા પહાડો તેની સુંદરતામાં વધારો કરે છે. જો તમે મનાલીની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમય શ્રેષ્ઠ છે.

4 / 8
બીર બિલિંગ ભારતમાં પેરાગ્લાઈડિંગ માટે પ્રખ્યાત છે. જો તમે મનાલી જાઓ છો, તો ચોક્કસ અહીં જાઓ. દુનિયાભરમાંથી લાખો પ્રવાસીઓ અહીં ફરવા આવે છે. શિયાળાની ઋતુમાં હિમવર્ષા વચ્ચે અહીં પેરાગ્લાઈડિંગની ખાસ મજા છે.

5 / 8
ડેલહાઉસી હિમાચલ પ્રદેશનું ગૌરવ છે.તે પ્રવાસીઓ માટે સ્વર્ગ ગણાય છે. શિયાળાની ઋતુમાં સફેદ બરફની ચાદરમાં લપેટાયેલું, ડેલહાઉસી હનીમૂન ડેસ્ટિનેશન માટેના સૌથી અદભૂત પર્યટન સ્થળોમાંનું એક છે.

6 / 8
અહીં ખજ્જિયારની મુલાકાત લેનારા લોકો આ જગ્યાને ભારતનું નાનું સ્વિત્ઝર્લેન્ડ પણ કહે છે. જો તમે શાંતિ અને પ્રાકૃતિક સૌંદર્યને એકસાથે જોવા માંગતા હોવ તો તમને ખજ્જિયારથી વધુ સારી જગ્યા નહીં મળે

7 / 8
 શિમલા દરેકને પસંદ છે.સમુદ્રની સપાટીથી 2200 મીટરની ઉંચાઈ પર સ્થિત શિમલાને હિલ સ્ટેશનની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે.

8 / 8
સમુદ્ર સપાટીથી 3810 મીટરની ઉંચાઈ પર સ્થિત સ્પીતિ ધાટી હિમાચલ પ્રદેશમાં સ્થિત એક ઠંડું રણ છે. અહીં વાદળી આકાશમાંથી પ્રતિબિંબિત થતા પર્વતો તમને મોહિત કરશે.

Next Photo Gallery