
Tork Motor એ તાજેતરમાં Kratos Rની કિંમતમાં 15,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ સિવાય કંપીની વર્ષ 2023થી 22,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ રીતે તમે આ ઇલેક્ટ્રિક બાઇકને કુલ 37,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો.

Kratos Rની નવી એક્સ-શોરૂમ કિંમત 1.50 લાખ રૂપિયા છે. આ કિંમતમાં FAME II સબસિડીનો સમાવેશ થાય છે. અગાઉ આ ઇલેક્ટ્રિક બાઇક રૂ. 1.87 લાખની એક્સ-શોરૂમ કિંમતે વેચાતી હતી. FAME II સ્કીમ 31મી માર્ચે સમાપ્ત થશે. તેથી કંપની લોકોને 31મી માર્ચ સુધી ડિસ્કાઉન્ટનો લાભ લેવાની તક આપી રહી છે.

Kratos R Eco Plus રાઈડ મોડમાં ફુલ ચાર્જ થવા પર 150 કિલોમીટરનું અંતર કાપે છે. ઈકો મોડમાં તેની રેન્જ 120 કિલોમીટર છે. તે 9 kWh બેટરી પેકનો પાવર મેળવે છે, અને તેની ટોપ સ્પીડ 105 કિમી પ્રતિ કલાક છે. તેમાં સિટી, સ્પોર્ટ્સ અને રિવર્સ મોડ્સ પણ આપવામાં આવ્યા છે.
Published On - 6:20 pm, Thu, 7 March 24