
યાદશક્તિ અને દિમાગી સ્વાસ્થ્ય વધારવા માટે બદામ, અખરોટ અને વિટામીન ઈને આહારમાં સામેલ કરવુ જોઈએ. બદામ, અખરોટમાંથી વિટામીન ઈ મળી રહે છે. આ સાથે કોળાના બીજમાંથી ઓમેગા- ફેટી એસિડ, વિટામીન ઈ અને એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે દિમાગને તેજ કરે છે.

બ્લુ બેરીમાં એન્થોસાયનિન એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે મગજને ઓક્સિડેટિવ તણાવથી બચાવે છે અને યાદશક્તિ વધારે છે.

ડાર્ક ચોકલેટ ફ્લેવોનોઈડ્સ અને કેફીનથી ભરપૂર હોય છે, જે એકાગ્રતા અને યાદશક્તિ વધરાવામાં મદદ કરે છે.

એવોકાડો માંથી મળતી સ્વસ્થ ચરબી મગજના કોષોને મજબૂત કરે છે અને યાદશક્તિ તેજ કરે છે.

આખા ધાન્ય(Whole Grains)માં રાગી, જવ (ઓટ્સ) અને આખા અનાજ મગજને સ્થિર ઊર્જા પૂરી પાડે છે.

લીલા પાંદડાવાળા શાકભાજી (Green Leafy Veggies): પાલક અને બ્રોકોલીમાં વિટામિન K, લ્યુટીન અને ફોલેટ હોય છે, જે મગજને કાર્યક્ષમ રાખવા માટે જરૂરી છે.

આ સાથે હાઈડ્રેટ રહેવુ (પુરતુ પાણી પીવુ) પણ માનસિક સ્પષ્ટતા અને ફોકસ માટે ઘણુ મહત્વપૂર્ણ છે.
Published On - 3:13 pm, Mon, 22 December 25