Gujarati News Photo gallery Today you may be surprised but a century ago ice was imported from America to India for luxury people, find out interesting information about ice trade
આજે તમને આશ્ચર્ય લાગશે પણ એક સૈકા પહેલા વૈભવી લોકો માટે અમેરિકાથી ભારતમાં બરફની આયાત થતી હતી, જાણો બરફના વેપારની રસપ્રદ માહિતી
ટ્યુડરને વેપારમાં નફો દેખાય પછી ભારતમાં ત્રણ સ્થળોએ સ્ટોરેજ બનાવ્યા હતા. કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈ જે આઈસ હાઉસ તરીકે જાણીતું બન્યું હતું.
1 / 8
માર્ચ મહિનો અડધો જ વીતી ગયો છે સાથે ગરમીનો પારો વધવા લાગ્યો છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બરફ અને આઈસ્ક્રીમની માંગ પણ વધી જાય છે. ઉનાળામાં ખાણી-પીણીને ઠંડુ રાખવા માટે તેમજ બરફનો ઉપયોગ ઘણા પ્રકારના ઠંડા પીણા બનાવવામાં થાય છે. આ સિવાય બરફના બીજા પણ ઘણા ઉપયોગો છે.
2 / 8
રેફ્રિજરેટરના કારણે ઘરે-ઘરે બરફ મળે છે પરંતુ એક સમયે તે લક્ઝરી ચીજ હતી અને માત્ર ધનિકો માટે જ હતી. તમને જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે કેટલાક સો વર્ષ પહેલા અમેરિકાથી ભારતમાં બરફ આવતો હતો. એક અમેરિકન ઉદ્યોગપતિએ ભારતમાં બરફ વેચીને કરોડોની સંપત્તિ બનાવી હતી. તે હજુ પણ ખૂબ જ નફાકારક વ્યવસાય છે.
3 / 8
વહાણમાંથી બરફ આવતા મહિનાઓ લાગતા હતા :બરફના વૈભવની વાત 18મી સદીમાં શરૂ થાય છે, જ્યારે અમેરિકન ઉદ્યોગપતિ ફ્રેડરિક ટ્યુડોરે કેરેબિયનથી પાછા ફર્યા પછી બરફનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું. તેણે તેની શરૂઆત 1806માં માત્ર 23 વર્ષની ઉંમરે કરી હતી અને બાદમાં તે 'બોટનના આઇસ કિંગ' તરીકે ઓળખાતા હતા. ટ્યુડરને આ વ્યવસાયમાં મોટી સફળતા મળી જ્યારે બોસ્ટન સ્થિત ઉદ્યોગપતિ સેમ્યુઅલ ઓસ્ટીને ભારતમાં બરફની નિકાસ કરવાની ઓફર કરી હતી.
4 / 8
વર્ષ 1833 માં 12 મેના રોજ બોસ્ટનથી ટસ્કની જહાજ 180 ટન બરફ લઈને કોલકાતા માટે રવાના થયું હતું. સપ્ટેમ્બરમાં તે કોલકાતા પહોંચ્યું ત્યાં સુધીમાં ઘણો બરફ પીગળી ગયો હતો અને માત્ર 100 ટન જ બચ્યો હતો. જો કે આ પછી પણ ટ્યુડરને ઘણો ફાયદો થયો.
5 / 8
ટ્યુડોરે ભારતમાં બરફ વેચીને ખૂબ કમાણી કરી : ટ્યુડરને વેપારમાં નફો દેખાય પછી ભારતમાં ત્રણ સ્થળોએ સ્ટોરેજ બનાવ્યા હતા. કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈ જે આઈસ હાઉસ તરીકે જાણીતું બન્યું હતું. બાદમાં જ્યારે સ્ટ્રીમ પ્રોસેસ દ્વારા બરફ થીજી જવાની ટેક્નોલોજીની શોધ થઈ ત્યારે ટ્યુડરનો આ ધંધો બંધ થઈ ગયો હતો.
6 / 8
એ જમાનાનું આઇસ હાઉસ હજુ પણ ચેન્નાઈમાં છે. જોકે હવે તેઓ વિવેકાનંદ ઇલમ તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે ટ્યુડોરે તે સમયે ભારતમાં બરફ વેચીને 2.20 લાખ ડોલરથી વધુ નફો કર્યો હતો જે ખરીદ શક્તિના આધારે 8 મિલિયન ડોલર એટલે કે રૂ. 61 કરોડથી વધુ છે.
7 / 8
હાલના સમયમાં બરફના ધંધાની વાત કરીએ તો તે સિઝનલ હોવા છતાં ખૂબ નફાકારક છે. તેને નાના પાયે પણ શરૂ કરી શકાય છે જેના કારણે પ્લાન્ટ બનાવવામાં મોટા રોકાણની જરૂર નથી. 1 ટન ક્ષમતાવાળા આઇસ બ્લોક બનાવવાના મશીનો રૂ. 2 લાખથી શરૂ થાય છે.
8 / 8
કંપનીઓ દાવો કરે છે કે જો આ બિઝનેસમાં વધુ ક્ષમતાવાળા મશીનો લગાવવામાં આવે અને કુલ 5 થી 6 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો પહેલા વર્ષમાં જ 2 લાખ રૂપિયા સુધીનો નફો મેળવી શકાય છે