આજે 75મો સ્વતંત્રતા દિવસ કે 76મો ? જાણો શું છે હકીકત
Independence Day : ભારતમાં આજે સ્વતંત્રતા દિવસની આખા દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વિદેશની ધરતી પર પણ ભારતીયોએ આઝાદીના અમૃત મહોત્સવની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરી હતી.
1 / 5
ભારતમાં આજે સ્વતંત્રતા દિવસની આખા દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વિદેશની ધરતી પર પણ ભારતીયોએ આઝાદીના અમૃત મહોત્સવની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરી હતી. પણ આ વર્ષે સ્વાતંત્રતા દિવસને લઈને એક સવાલ વારંવાર લોકોને થઈ રહ્યો હતો.
2 / 5
ઘણા લોકો આ સ્વતંત્રતા દિવસને 75મો સ્વતંત્રતા દિવસ માન્યો અને ઘણા લોકો એ 76મો સ્વતંત્રતા દિવસ માન્યો હતો. એવામાં પ્રશ્ન એ થાય કે કોણ સાચુ ? ખરેખર આ વર્ષે કેટલામો સ્વતંત્રતા દિવસ હતો ?
3 / 5
ભારત 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદ થયો હતો. એટલે કે 1948માં 15મી ઓગસ્ટના રોજ ભારતની આઝાદીનું 1 વર્ષ થયુ હતુ. તે હિસાબે 1957માં 10, 1967માં 20 અને 1977માં 30 વર્ષ આઝાદીના થયા હતા. અને 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ થયા કહેવાય.
4 / 5
તેનો અર્થ એમ થાય કે ભારતની આઝાદીના 75 વર્ષ થઈ ગયા અને હવે તે તેના પછીનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે.
5 / 5
એટલે કે આઝાદીને 75 વર્ષ થયા, પણ ભારત 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે.