
શૈલેષ લોઢાએ અસિત મોદી પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો. તેના પર પૈસાની ચુકવણી ન કરવાનો પણ આરોપ હતો અને તેણે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરી હતી. જે બાદ બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ અને અસિત મોદીને 1 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો.

જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. તેમજ તેમની ટીમના કેટલાક લોકો પર ગેરવર્તણૂકના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ જ્યારે કામ ન થયું, ત્યારે મહારાષ્ટ્ર સરકાર પાસેથી મદદ માંગવામાં આવી અને ત્યાંથી અસિત મોદી દોષિત ઠર્યા અને તેના પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. ઉપરાંત બાકી નીકળતી રકમ પણ ચુકવવા આદેશ કરાયો હતો.

નિર્માતાઓએ પલક સિધવાની પર કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે અને તેને લીગલ નોટિસ મોકલી છે. જે બાદ અભિનેત્રીએ મેકર્સ પર માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો અને કહ્યું કે આ શોને કારણે તેને સેટ પર પેનિક એટેક આવવા લાગ્યા. ઉપરાંત, નિર્માતાઓએ તેને બાકીની રકમ આપી નથી, જે 21 લાખ રૂપિયા છે.

મોનિકા ભદૌરિયાએ અસિત મોદી પર તેની કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. કહેવાય છે કે સેટ પર તેમની સાથે કૂતરાઓ જેવો વ્યવહાર કરવામાં આવતો હતો. જેના કારણે તેને ઘણી વખત આપઘાતના વિચારો આવવા લાગ્યા હતા.

પ્રિયા આહુજા, જે રીટા રિપોર્ટર હતી, તેણે આરોપ લગાવ્યો હતો કે તેના પતિ માલવ રાજડાએ શો છોડ્યા પછી, નિર્માતાઓએ તેનો ટ્રેક સંપૂર્ણપણે ખતમ કરી દીધો હતો. અને તે 9 મહિનાથી કામ વગર રહી હતી. અસિત મોદી તેમને પૂછતા હતા કે તમારે કામ કરવાની કેમ જરૂર છે. પતિ કમાય છે.