
નેહા મહેતા: અભિનેત્રી નેહા મહેતાએ પણ અસિત મોદી પર આરોપ લગાવ્યા છે. તેણે 2020માં તારક મહેતાને અલવિદા કહી દીધું હતું. જો કે મીડિયા રિપોર્ટ મુજબ નેહાના આરોપ હતા કે અસિત મોદીએ તેના બાકી પૈસા ચૂકવ્યા નથી. આ સિરિયલમાં નેહા અંજલિ મહેતાનો રોલ કરતી હતી.

ગુરચરણ સિંહ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી અભિનેતા ગુરચરણ સિંહ અચાનક ગાયબ થઈ ગયા. તેણે શો છોડવાનું કારણ તેના પિતાની સર્જરીને કહ્યું હશે, પરંતુ એવા અહેવાલો આવ્યા હતા કે અસિત મોદી સાથે તેની બોલાચાલી થઈ હતી, જેના કારણે તેણે શો છોડી દીધો હતો.

દિશા વાકાણી: તારક મહેતાને અલવિદા કહેનારાઓમાં અભિનેત્રી દિશા વાકાણીનો પણ સમાવેશ થાય છે. દયા બેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ પુત્રીને જન્મ આપ્યા બાદ સિરિયલને અલવિદા કહી દીધું. એક મીડિયા રિપોર્ટ મુજબ દિશાએ મેકર્સને ફી વધારવા માટે કહ્યું હતું, જ્યારે આવું ન થયું તો તેણે શો છોડી દીધો. આ પહેલા પણ ઘણા કલાકારો તારક મહેત કા ઉલ્ટા ચશ્મા છોડી ચુક્યા છે. આ યાદીમાં રાજ અનડકટ, મોનિકા ભદોરિયા, ભવ્ય ગાંધી અને માલવ રાજદાના નામ સામેલ છે. બધાએ સીરિયલના મેકર્સ પર ઘણા આરોપ લગાવ્યા હતા.