
લીમડામાં જંતુનાશક ગુણ હોય છે.વંદાથીથી છુટકારો મેળવવા માટે તેનો ઉપયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. રાત્રે સૂતા પહેલા લીમડાનો પાઉડર અથવા તેનું તેલ વંદાઓ છુપાયેલા હોય તેવી જગ્યાઓ પર છાંટો. જેના કારણે તેની ગંધના કારણે વંદો હંમેશા માટે ભાગી જાય છે.

જો તમે વંદાને માર્યા વિના હંમેશ માટે છુટકારો મેળવવા માગો છો, તો તમાલપત્ર તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે. તમાલપત્રને પીસીને પાવડર બનાવો અથવા તેને ગરમ પાણીમાં ઉકાળો. હવે તેને તે જગ્યાએ સ્પ્રે કરો જ્યાં તમને મોટાભાગે વંદો જોવા મળે છે.

લવિંગની સુગંધ પણ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. જેના કારણે જંતુઓ તેની નજીક આવવાનું ટાળે છે. આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં વંદો આતંક મચાવતા હોય તો તમે લવિંગનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે માત્ર કોકરોચની જગ્યાઓ પાસે થોડી લવિંગ રાખવાની છે.
Published On - 2:59 pm, Wed, 6 March 24