
ડિફ્રોસ્ટ ડ્રેઇન સાફ કરવાનું ભૂલશો નહીં : મોટાભાગના રેફ્રિજરેટરમાં સપાટી પર એક નળી હોય છે જે રેફ્રિજરેટરમાંથી ગંદા પાણીને બહાર કાઢે છે. આવી સ્થિતિમાં, જો આ નળી બ્લોક થઈ જાય, તો તમારા રેફ્રિજરેટરમાં વધુ બરફ જમા થઈ શકે છે. આનાથી બચવા માટે, દરરોજ રેફ્રિજરેટરને સાફ કરતા રહો અને ગંદકી દૂર કરો. બરફ ઓગળવા માટે તમે રેફ્રિજરેટરનો દરવાજો ખુલ્લો રાખી શકો છો. પણ સાફ કરતા પહેલા ફ્રિજની મેઈન સ્વીચ બંધ કરી દેવી

બરફ ઓગાળવા હેર ડ્રાયરનો ઉપયોગ: બરફ ઓગળવા માટે પંખો અથવા હેર ડ્રાયરનો ઉપયોગ કરો જો તમારું ઘર ગરમ રહે છે, તો હવાની મદદથી બરફ પીગળી શકે છે. તમે ફ્રીઝરના અંદરના ભાગમાં હેર ડ્રાયરનો ઉપયોગ કરી બરફને જલદી ઓગાળી શકો છો

ફ્રીઝરનો દરવાજો બંધ રાખો: જો તમારા ફ્રીઝરમાં જરૂર કરતાં વધુ બરફ જમા થઈ રહ્યો હોય, તો શક્ય છે કે તેમાં વધુ ભેજ જામી ગયો હોય. બહારથી ભેજ રેફ્રિજરેટરમાં પ્રવેશતો અટકાવવા માટે, દિવસ દરમિયાન શક્ય તેટલું ઓછું રેફ્રિજરેટર ખોલો. વારંવાર ફ્રિજ ખોલવાથી ગરમ હવા અંદર આવે છે જે અંદર ઠંડી હવા સાથે ભળી જાય છે અને ભેજ બનાવે છે અને પછી બરફમાં ફેરવાઈ જાય છે. તેથી જરૂર પડે ત્યારે જ ફ્રિજ ખોલો.

ફ્રીઝરમાં યોગ્ય તાપમાન સેટ કરો : જો તમારા ફ્રીઝરમાં ખૂબ બરફ જામી રહ્યો હોય, તો તેનું તાપમાન નીચા સ્તર પર સેટ કરો.

ફ્રીઝર ખાલી રાખીને ચલાવવાનું ટાળો: ફ્રિજરને ક્યારે ખાલી ન રાખવું તેમાં પાણીની તપેલી કે પછી કોઈ જરુરી સામાન મુકી રાખવો કારણ કે ફ્રિજર ખાલી હશે અને ફ્રિજ ચાલુ હશે તો તેની ઠંડી હવાથી ફ્રિજરમાં બરફ આપોઆપ જમા થવા લાગશે