
ઘણીવાર એવુ બને છે કે જો તમારી પાસે ફાસ્ટ ચાર્જર હોવા છતા ફોન બહુ ધીમે ધીમે ચાર્જ થાય છે. ત્યારે મોટાભાગના લોકો તેનુ કારણ ચાર્જરને માને છે. એવુ માને છે કે ચાર્જર સ્લો થઈ ગયુ છે પરંતુ અસલી કારણ કેબલ છે. ઘણીવાર ખરાબ ક્વોલિટીને કારણે ચાર્જિંગ કેબલ પણ ડેટા સ્લો ટ્રાન્સફર કરે છે.

કેબલ ખરીદતા પહેલા Watt જરૂર જુઓ: આજકલ સારા USB-C કેબલ પર 60W, 100W કે 240W લખેલુ હોય છે. આ જ તેની ચાર્જિંગ ક્ષમતા બતાવે છે. જો તમે માત્ર સ્માર્ટ ફોન ચાર્જ કરો છો તો સારી ક્વોલિટી ની 60W કેબલ મોટાભાગે ફોન માટે સારો રહે છે પરંતુ જો તમારી પાસે 80W, 100W કે તેનાથી વધુ ચાર્જિંગવાળો ફોન છે તો USB-C થી લેપટોપ પણ ચાર્જ કરો છો તો 100W રેટિંગવાળો કેબલ લેવો સમજદારી રહેશે.

લાંબો વાયર સારો નથી હોતો: સામાન્ય રીતે લોકો 2 થી 3 મીટર લાંબો કેબલ ખરીદે છે કારણ કે તેનો ઉપયોગ આસાન થઈ જાય છે. પરંતુ લાંબા કેબલમાં વીજળીનું નુકસાન થઈ શકે છે. સારી કંપનીઓ તેમાં સારો વાયર વાપરે છે પરંતુ સસ્તા કેબલમાં ચાર્જિંગ સ્પીડ ઓછી થઈ શકે છે.

કેવી રીતે ખબર પડે કે કેબલ સ્લો છે?: જો તમારો ફોન પહેલા 30-40 મિનિટમાં ચાર્જ થઈ જતો હચો અને હવે એ જ ચાર્જર દ્વારા ચાર્જ થવામાં વધુ સમય લાગી રહ્યો છે તો સૌથી પહેલા તો બીજો સારો કેબલ લગાવીને ચેક કરો. જો નવો કેબલ લગાવ્યા બાદ ચાર્જિંગ સ્પીડ વધી જાય છે, તો સમજો કે સમસ્યા ચાર્જરમાં નહીં પરંતુ જુના કેબલમાં હતી.

ક્યો કેબલ ખરીદવો જોઈએ?: જો તમે માત્ર સ્માર્ટફોન ચાર્જ કરો છો તો સારી બ્રાન્ડનો 60W USB-C કેબલ લેવો જોઈએ. પરંતુ જો તમે ફ્યુચર માટે કેબલ ખરીદવા માગો છો અથવા ફોન સહિત લેપટોપ અને ટેબલેટ પણ ચાર્જ કરો છો તો 100W USB-C કેબલ લેવો વધુ સારુ રહેશે. ત્યારબાદ નવો ડિવાઈસ લીધા પછી કેબલ ખરીદવાની જરૂર નહીં પડે

આજના સમયમાં ચાર્જિંગ સ્પીડ માત્ર ચાર્જર પર નિર્ભર નથી કરતી, યોગ્ય કેબલ પણ એટલુ જ જરૂરી છે. આથી કેબલ ખરીદતી વખતે માત્ર તેની લંબાઈ કે કલર જ ન જુઓ, તેની પાવર રેટીંગ, ચાર્જિંગ ટેકનિક, અને ક્વોલિટી પણ જરૂર ેક કરો. ઘણીવાર માત્ર કેબલ બદલવાથી તમારો ફોન પહેલાથી વધુ ઝડપથી ચાર્જ થવા લાગે છે.