
હાથ પર રાખીને કરો ચેક : ઘીની શુદ્ધતા ચકાસવા માટે તમે તેને તમારા હાથની હથેળીઓ પર મૂકીને પણ ચકાસી શકો છો. આ માટે થોડું ઘી લો અને તેને તમારી હથેળી પર રાખો અને થોડી સેકંડ રાહ જુઓ. ઓરિજનલ ઘી હથેળી પર ઓગળવા લાગશે, જ્યારે નકલી ઘી જેમનું તેમ જ રહેશે.

રંગથી ઓળખો : ઘીનો રંગ જોઈને તમે નક્કી કરી શકો છો કે તે ઓરિજનલ છે કે નકલી. આ માટે એક વાસણમાં એક ચમચી ઘી નાખીને ગેસ પર ગરમ કરવા રાખો. જો ઘી ઓગળે ત્યારે તેનો રંગ થોડો બ્રાઉન દેખાવા લાગે તો સમજી લેવું કે તે ઓરિજનલ છે. નકલી ઘી ધીમે-ધીમે પીગળી જશે અને તેનો રંગ પીળો રહેશે.

શુદ્ધ ઘી ને ઉકાળીને ઓળખો : ઘી શુદ્ધ છે કે નહીં તે ઓળખવા માટે તમે તેને ઉકાળીને ચકાસી શકો છો. આ માટે એક વાસણમાં 3-4 ચમચી ઘી ઉકાળો, અને તેને 24 કલાક માટે તે જ વાસણમાં ઠંડુ થવા માટે છોડી દો. સમય પૂરો થયા પછી ઘી ચેક કરો. તેની ગંધ પહેલાની જેમ જ સારી રહે તો તે શુદ્ધ ઘી છે.
Published On - 9:13 am, Wed, 31 January 24