
કોમ્પ્રેસર પર પ્રેશર : કોમ્પ્રેસર એ AC ની અંદરનો સૌથી મોંઘો અને જરૂરી ભાગ છે. જ્યારે તમે વારંવાર AC બંધ અને ચાલુ કરો છો, ત્યારે કોમ્પ્રેસર પર વધુ દબાણ આવે છે. આ કારણે કોમ્પ્રેસર ઝડપથી બગડી શકે છે. જેના કારણે તેનું આયુષ્ય ઘટી શકે છે.

ઠંડક પર અસરઃ વારંવાર AC બંધ કરીને અને ચાલુ કરવાથી રૂમનું તાપમાન સ્થિર રહેતું નથી. કોમ્પ્રેસરને ઈન્સટેન્ટ કુલિંગ જાળવવામાં વધુ સમય લાગે છે. આના કારણે રૂમનું તાપમાન ઝડપથી ઠંડુ થતું નથી અને સ્થિર પણ નથી રહેતું. જેના કારણે કુલિંગની ક્ષમતા પ્રભાવિત થાય છે.

સિસ્ટમ પર અસર: ACના અન્ય ભાગો જેવા કે ફિલ્ટર, વેન્ટ અને પંખા પણ વારંવાર બંધ થવાને કારણે ઝડપથી નુકસાન થઈ શકે છે. તેનાથી અન્ય ભાગો પર પણ દબાણ વધી શકે છે.

જો AC લાંબા સમયથી ચાલુ હોય તો તમે તેને 5 7 મીનિટ માટે બંધ કરી શકો છો આથી રુમમાં કુલિંગ પણ જળવાઈ રહેશે પણ આવું વારંવાર કરવાથી બચો. આ સિવાય જો તમે ઈચ્છો છો કે તમારું AC લાંબા સમય સુધી યોગ્ય રીતે કામ કરતું રહે અને વીજળીનું બિલ વધારે ન આવે તો વારંવાર ACને ચાલુ અને બંધ કરવાનું ટાળો.