Gujarati NewsPhoto galleryThree star Indian players are also among the players who have been run out most times in international cricket
ક્રિકેટમાં સૌથી વધુ વાર રન આઉટ થનાર ખેલાડીઓમાં ત્રણ સ્ટાર ભારતીય ખેલાડીઓ પણ સામેલ
ક્રિકેટમાં ખેલાડીઓ ક્યારેક પોતાની ભૂલથી તો ક્યારેક પાર્ટનરની ભૂલથી રન આઉટ થતાં હોય છે. કેટલાક ખેલાડીઓ એવા હોય છે જેઓ એક-બે નહીં અનેકવાર રન આઉટ થતા હોય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એવા અનેક ખેલાડીઓ છે જેમણે મોટા રેકોર્ડ બનાવ્યા છે પરંતુ સાથે જ સૌથી વધુ વાર રન આઉટ થવાનો અજીબ પણ રેકોર્ડ બનાવ્યો છે. આ લિસ્ટમાં અનેક મોટા ખેલાડીઓના નામ સામેલ છે. જેમાં ભારતના મહાન ખેલાડી સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ પણ સામેલ છે.
શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દને પોતાના કરિયરમાં 652 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા જેમાં તે 95 વખત રનઆઉટ થયો હતો. 95માંથી મહેલા 51 વખત પોતાની ભૂલને કારણે અને 44 વખત તેના સાથી બેટ્સમેનને કારણે આઉટ થયો હતો.
5 / 5
ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ ક્રિકેટમાં સૌથી વધુ 101 વખત રનઆઉટ થયો હતો. જેમાંથી દ્રવિડ 53 વખત પોતાના કારણે અને 48 વખત અન્ય બેટ્સમેનના કારણે રનઆઉટ થયો હતો.