
આ ગણેશ પ્રતિમા સાથે એક દંતકથા જોડાયેલ છે. કહેવાય છે કે આ સ્થાન પર ભગવાન ગણેશ અને પરશુરામ વચ્ચે ઝઘડો થયો હતો અને તેમનો એક દાંત પણ તૂટી ગયો હતો. આ માન્યતા આખા બસ્તરમાં પ્રચલિત છે અને લોકો અહીં મોટી સંખ્યામાં દર્શન માટે પહોંચે છે. અહીં દૂર દૂરથી લોકો દર્શન માટે આવે છે.

આ મૂર્તિમાં ભગવાન ગણેશ કુહાડી, તૂટેલા દાંત, માળા અને મોદક ધારણ કરેલા જોવા મળે છે. વર્ષ 2012માં આ પ્રતિમાના ફોટોઝ વાયરલ થયા હતા અને આજે પણ તે એક આકર્ષક પર્યટન સ્થળ છે. જો કે તે નક્સલ પ્રભાવિત વિસ્તારમાં છે.