
વાંસદા તાલુકો ચોમાસાની ઋતુ દરમિયાન સૌંદર્યથી ખીલી ઉઠે છે. ચોમાસુ શરૂ થતા જ અહિંનો નજારો કંઇક જુદો જ જોવા મળે છે. કુદરતે વાંસદા તાલુકાને પ્રકૃતિનો અખૂટ ખજાનો આપ્યો છે.

સહેલાણીઓએ કુદરતી નજરો માણવો હોઇ તો અજમલગઢ જઇ આનંદ માણી શકે છે. જ્યાં નિરાંતે બેસીને અલૌકીક શાંતિ અને કુદરતના સાંનિધ્યનો અનુભવ કરી શકાય છે.

અજમલગઢની ટોચ ઉપરથી કેલિયાડેમનો સૌંદર્ય જોતા મનને લોભાવે છે. અહીં રામજીમંદિર તથા શિવમંદિર પણ છે. શિવરાત્રિ પર્વ દરમિયાન મેળો પણ ભરાઇ છે. વાંસદાના ડુંગરાળ વિસ્તારમાં પ્રકૃતિનો આ નજારો ધરતીના સ્વર્ગ સમા કાશ્મીરની યાદ તાજી કરાવી જાય છે. ચોમાસાની ઋતુમાં એકવાર તો અજમલઢ તો અવશ્ય જવું જોઇએ.
Published On - 8:58 am, Fri, 29 July 22