
આ કાર્ય શરૂ કરવા પાછળનું કારણ બતાવતા નિલેશ ધીરૂભાઈ જીકાદરાએ જણાવ્યુંકે, હું નાનો હતો ત્યારથી આવા જ સમાજના પ્રસંગોમાં ભોજન પીરસવાનું કામ કરતો હતો. અને ત્યાં જોતો હતો કે, લોકો અન્નનું બગાડ ખૂબ જ કરી રહ્યા છે.

રસોડામાં જે અન્ન બચતું હતું તે ફેંકી દેવામાં આવતું હતું એના કરતા બચેલા અન્નનો ઉપયોગ જરૂરિયાદમંદ લોકોને ખવડાવીએ તો શારુ. જેથી મેં આ રીતેનું કાર્ય શરૂ કર્યું છે. છેલ્લા બે વર્ષથી આ કાર્ય કરું છું. હું અને મારી ટીમ આનંદ અનુભવીએ છે. (ઈનપુટ ક્રેડિટ: સંજય ચંડેલ)