
ભારતની વાત કરીએ તો આપણો દેશ 7 દેશો સાથે સરહદ ધરાવે છે. જેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આપણા દેશની દરિયાઈ સરહદ શ્રીલંકા અને માલદીવને પણ મળે છે.

ભારતનો કુલ વિસ્તાર 32,87,263 ચોરસ કિલોમીટર છે, જે તેને વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ બનાવે છે, પરંતુ ભારત તેના પાડોશી અને ઇસ્લામિક દેશ અફઘાનિસ્તાન સાથે સૌથી ઓછી સરહદ ધરાવે છે. ભારત અફઘાનિસ્તાન સાથે માત્ર 106 કિલોમીટરની સરહદ ધરાવે છે.