રેલવેમાં લાઇનમેન તરીકે કામ કરતો હતો આ વાંદરો, ટ્રેનના આવાગમન સમયે આપતો હતો સિગ્નલ

|

Sep 16, 2022 | 11:49 PM

Jack The Baboon: લગભગ 140 વર્ષ પહેલા એક વાંદરો રેલવેમાં નોકરી કરતો હતો. લોકો તેના વિશે જાણીને આશ્ચર્યમાં મુકાયા છે. તેણે લગભગ 9 વર્ષ સુધી સતત રેલવેમાં કામ કર્યુ હતુ.

1 / 5
1880ના દાયકામાં જેમ્સ એડવિન વાઈડ નામના એક રેલ્વે સિગ્નલમેન ટ્રેન અકસ્માતમાં બંને પગ ગુમાવ્યા હતા. આ પછી તેમણે નકલી પગ તેના પગમાં લગાવ્યા અને કામ પર પાછા ફર્યા હતા. જો કે તેની કામ કરવાની કાર્યક્ષમતા પહેલા જેટલી ઝડપી ન હતી.

2 / 5
આ વાત દક્ષિણ આફ્રિકાની છે. એકવાર તે દક્ષિણ આફ્રિકાના એક બજારની મુલાકાતે ગયા હતા, જ્યારે તેમણે એક વાંદરાને બળદગાડી ચલાવતો જોયો. તેમણે વિચાર્યું કે, શા માટે તે આ વાંદરાને તેના કામ માટે ખરીદી લે તો ? તેની આવડતથી પ્રભાવિત થઈને જેમ્સ વાઈડ તેને બજારમાંથી ખરીદ્યો અને તેનું નામ જેક રાખ્યુ.

3 / 5

જેમ્સ વાઈડને મદદની જરૂર હતી. તેમણે વાંદરાને પોતાનો અંગત સહાયક બનાવ્યો અને તેને તાલીમ આપવાનું શરૂ કર્યું. પહેલા તેમણે જેકને નાની ટ્રોલીમાં લઈ જવાની તાલીમ આપી. ટૂંક સમયમાં જ જેકે ઘરના કામોમાં મદદ કરવાનું શરૂ કર્યું, જેમ કે ફ્લોર સાફ કરવું અને કચરો બહાર કાઢવો.

4 / 5

ધીમે ધીમે તે સિગ્નલ સ્ટેશનના લગભગ તમામ કાર્યો શીખી ગયો અને જેમ્સ વાઈડને મદદ કરવા લાગ્યો. વાઇડે વાંદરાને એટલી સારી રીતે તાલીમ આપી કે તે તમામ કાર્યોમાં નિપુણ બની ગયો.

5 / 5
એક મુસાફરે તેની ફરિયાદ રેલવે અધિકારીને કરી હતી.રેલવે મેનેજરે વાંદરાની ક્ષમતાઓ ચકાસીને ફરિયાદ ઉકેલવાનો નિર્ણય કર્યો. તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. જેકને કથિત રીતે સત્તાવાર રેલવે કર્મચારી બનાવવામાં આવ્યો હતો. તેને રોજના 20 સેન્ટ અને સાપ્તાહિક બીયરની અડધી બોટલ આપવામાં આવતી હતી. ટ્યુબરક્યુલોસિસના બીમારી વધવાને કારણે વર્ષ 1890 માં જેકનું અવસાન થયું. તેણે 9 વર્ષ સુધી રેલવેમાં કોઈ ખામી વગર કામ કર્યું હતું.

Published On - 11:49 pm, Fri, 16 September 22

Next Photo Gallery