Health Tips: શરીરને શક્તિથી ભરી દે છે આ લાડુ, દવાથી કમ નથી આ લાડુ, જાણો ફાયદા અને બનાવવાની રેસિપી
જો તમે પણ લાડુ ખાવાના શોખીન છો તો શિયાળાની ઋતુમાં આ લાડુ ટ્રાય કરી શકો છો. શિયાળાની ઋતુમાં રોજ એક લાડુનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો તમે આ લાડુનું સેવન કરો છો તો તે હાડકાંને મજબૂત કરવામાં, નબળાઈ દૂર કરવામાં અને વજન વધારવામાં મદદ કરી શકે છે.
1 / 6
શિયાળાની ઋતુમાં શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે આપણા આહારમાં ઘણી વસ્તુઓનો સમાવેશ કરીએ છીએ અને તેમાંથી એક છે ડ્રાયફ્રુટ્સ લાડુ. ડ્રાયફ્રુટ્સના લાડુને સ્વાદ અને સ્વાસ્થ્યનો ખજાનો કહેવાય છે. પરંતુ તેમનો સ્વભાવ ગરમ હોય છે, તેથી શિયાળા દરમિયાન તેનું સેવન શ્રેષ્ઠ માનવામાં આવે છે.
2 / 6
જો તમે પણ લાડુ ખાવાના શોખીન છો તો તમે આ લાડુ ટ્રાય કરી શકો છો. જે લોકો નબળાઈ અને થાક અનુભવે છે તેમના માટે આ લાડુનું સેવન રામબાણથી ઓછું નથી. ડ્રાય ફ્રુટ્સ લાડુ એક ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે. શિયાળાની ઋતુમાં રોજ એક લાડુનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો તમે આ લાડુનું સેવન કરો છો તો તે હાડકાંને મજબૂત કરવામાં, નબળાઈ દૂર કરવામાં અને વજન વધારવામાં મદદ કરી શકે છે.
3 / 6
ડ્રાય ફ્રુટ્સના લાડુ બનાવવા માટે સૌથી પહેલા તમારે ડ્રાય ફ્રુટ્સના નાના-નાના ટુકડા કરવા પડશે. ત્યારબાદ ગેસ પર તવો મુકો, તેમાં ઘી નાખીને ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં ઝીણા સમારેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને શેકી લો. ડ્રાય ફ્રૂટ્સને મીડીયમ ફ્લેમ પર ત્યાં સુધી શેકો જ્યાં સુધી ઘી સાથે ડ્રાય ફ્રૂટ્સની સુગંધ આવવા લાગે.
4 / 6
બીજ વગરના ખજૂર અને પલાળેલા અંજીરને મિક્સરમાં નાખીને પીસી લો. આ પછી, તેને કડાઈમાં મૂકો અને ઘી સાથે થોડીવાર પકાવો. આ પછી ડ્રાય ફ્રૂટ્સ અને આ પેસ્ટને હાથથી મિક્સ કરો. ત્યાર બાદ આ મિશ્રણમાં એલચી પાવડર નાખી હાથ વડે લાડુ બનાવો.
5 / 6
જો તમારે અંજીર અને ખજૂરનો ઉપયોગ ન કરવો હોય તો તમે ગોળનો ઉપયોગ કરી શકો છો. કારણ કે શિયાળાની ઋતુમાં ગોળનું સેવન ખૂબ જ સારું માનવામાં આવે છે. આ શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદરૂપ છે.
6 / 6
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.