
આ અહેવાલમાં તમને એવા પ્રાણીઓ અને જીવ-જંતુ વિશે જાણવા મળશે કે જે માણસો માટે જોખમ કારક છે. આ વિચિત્ર જીવથી હંમેશા દૂર રહેવુ જોઈએ.

ફનલ-વેબ સ્પાઈડર - આ મકોડો ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. તેનું ઝેર સૌથી ખતરનાક હોય છે. તે જો કરડી લે તો માણસનું મોત નક્કી છે.

બ્લૂ રિંગ્ડ ઓક્ટોપસ - આ દરિયાઈ પ્રાણી ખતરનાક અને ઝહેરીલા હોય છે. તેના એક બાઈટ ઝહેરથી 20થી વધારે લોકોનો મૃત્યુ થઈ શકે છે. તે ઓસ્ટ્રેલિયા અને હિન્દ મહાસાગરમાં જોવા મળે છે.

ઈન્ડિયન રેડ સ્કોર્પિયન - આ જીવ પાકિસ્તાન, ભારત અને નેપાળમાં જોવા મળે છે. તેના કરડવાના 72 કલાકમાં સારવાર ન થાય તો માણસનું મૃત્યુ થાય છે.

બોક્સ જેલીફિશ - આ જેલીફિશ દરિયાની ઊંડાઈમાં જોવા મળે છે. તે દુનિયાની સૌથી ઝહેરીલા જીવોમાંથી એક છે.