
વર્ષ 1994માં ફિફા વર્લ્ડકપ અમેરિકામાં યોજાયો હતો. તે સમયે માસ્કોટનું નામ સ્ટ્રાઈકર હતુ. 1990માં ફિફા વર્લ્ડકપ ઈટલીમાં યોજાયો હતો.તેના માસ્કોટનું નામ કિયાઓ હતુ. વર્ષ 1986માં ફિફા વર્લ્ડકપ મેક્સિકોમાં યોજાયો હતો.તેના માસ્કોટનું નામ પીક હતુ. વર્ષ 1982માં ફિફા વર્લ્ડકપ સ્પેનમાં યોજાયો હતો. તેના માસ્કોટનું નામ નારણજીતો હતુ.

વર્ષ 1978માં ફિફા વર્લ્ડકપ આર્જેનિટામાં યોજાયો હતો. તે સમયે માસ્કોટ ગૌચીટો હતુ. વર્ષ 1974માં ફિફા વર્લ્ડકપ જર્મનીમાં યોજાયો હતો. તેનો માસ્કોટ ટીપ અને ટેપ હતો. વર્ષ 1970માં ફિફા વર્લ્ડકપ મેક્સિકોમાં યોજાયો હતો. તેના માસ્કોટનું નામ હતુ જુઆનિટો. વર્ષ 1966માં ફિફા વર્લ્ડકપ ઈંગ્લેન્ડમાં યોજાયો હતો. તે સમયે ફિફા વર્લ્ક કપનો પહેલો માસ્કોટ હતો વર્લ્ડ કપ વિલી.