ઘરમાં જૂતા પહેરવા પર છે કડક પ્રતિબંધ, જાણો કયા દેશનો છે આ અનોખો નિયમ

એક દેશ તેની અનોખી પરંપરાઓ અને નિયમો માટે જાણીતો છે, જ્યાં જૂતા અને ચંપલ સંબંધિત કેટલાક નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. નિયમ તોડનાર સામે કાયદાકીય પગલાં લેવામાં આવી શકે છે.

| Updated on: Jun 21, 2026 | 10:30 AM
1 / 6
વિશ્વના દરેક દેશમાં પોતાની અલગ પરંપરા અને જીવનશૈલી હોય છે. જાપાન પણ એવો જ એક દેશ છે, જે તેની આધુનિકતા સાથે સ્વચ્છતા અને શિસ્ત માટે જાણીતો છે. અહીં ઘરની અંદર બહાર પહેરેલા જૂતા કે ચંપલ સાથે પ્રવેશ કરવો યોગ્ય માનવામાં આવતો નથી અને આ નિયમનું કડક પાલન કરવામાં આવે છે.

2 / 6
જાપાનમાં જૂતા ઉતારવાની પરંપરાને "કુત્સુ વો નુગુ" કહેવામાં આવે છે. આ માત્ર સ્વચ્છતા જાળવવાનો નિયમ નથી, પરંતુ એકબીજા પ્રત્યે આદર અને જાપાની સંસ્કૃતિનું મહત્વપૂર્ણ પ્રતીક પણ માનવામાં આવે છે. જાપાનમાં ઘરની અંદર જૂતા પહેરીને જવું અસભ્ય વર્તન માનવામાં આવે છે. આ નિયમનું પાલન ન કરનાર વ્યક્તિને સમાજમાં ખરાબ નજરે જોવામાં આવે છે.

3 / 6
જાપાનના મોટાભાગના ઘરોમાં પ્રવેશદ્વાર પાસે "જેન્કન" નામની ખાસ જગ્યા હોય છે. અહીં લોકો ઘરમાં પ્રવેશતા પહેલાં પોતાના બહારના જૂતા ઉતારે છે અને પછી ઘરની અંદર પહેરવા માટેના ચંપલ પહેરીને અંદર જાય છે.

4 / 6
જાપાનમાં આ પરંપરા માત્ર ઘરો સુધી સીમિત નથી. શાળાઓ અને કોલેજોમાં પણ વિદ્યાર્થીઓએ પ્રવેશ સમયે પોતાના જૂતા ઉતારવા પડે છે. ત્યારબાદ તેઓ "ઉવાબાકી"( Uwabaki) તરીકે ઓળખાતા ખાસ ઇન્ડોર શૂઝ પહેરીને કેમ્પસમાં પ્રવેશ કરે છે, જે ત્યાંની શિસ્ત અને સ્વચ્છતાનો મહત્વપૂર્ણ ભાગ છે.

5 / 6
જાપાનની પરંપરાગત હોટલો, મંદિરો અને કેટલીક ઐતિહાસિક જગ્યાઓમાં બહારના જૂતા પહેરીને જવું યોગ્ય માનવામાં આવતું નથી. નિયમ તોડનારને ત્યાંથી બહાર જવા માટે કહેવામાં આવી શકે છે. જોકે, આધુનિક ઓફિસો અને કેટલીક આંતરરાષ્ટ્રીય શાળાઓમાં આ નિયમોમાં  થોડી છૂટછાટ  જોવા મળે છે.

6 / 6
જાપાનમાં લોકો ફ્લોર પર બેસવા, ભોજન કરવા અને સૂવાની પરંપરા આજે પણ જાળવી રાખે છે. તેથી ઘરની સ્વચ્છતા જાળવવા માટે બહારની ધૂળ-માટી અંદર ન આવે, એ માટે જૂતા બહાર ઉતારવાની પરંપરાનું કડક પાલન કરવામાં આવે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)

Follow Us