
તાલિબાન શાસન એટલું ભયાનક છે કે મહિલાઓ હાઈ હીલ પણ પહેરી શકતી નથી. એટલું જ નહીં પરંતુ અફઘાનિસ્તાનમાં મહિલાઓ પગમાં ચપ્પલ કે સેન્ડલ પણ નથી પહેરી શકતી, જે પહેર્યા પછી ચાલતી વખતે અવાજ આવે.

અહીં મહિલાઓ માટે મેકઅપ કરવાની મનાઈ છે. તે નેલ પોલીશ લગાવી શકતી નથી. જ્યારે અગાઉની સરકારમાં મહિલાઓ પોતાના મન પ્રમાણે જીવી શકતી હતી. પરંતુ હવે આવું થઈ શકે તેમ નથી.

જાહેર સ્થળોએ મહિલાઓ માટે મોટેથી બોલવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તે બાલ્કનીમાં ઉભી પણ નથી રહી શકતી. આ સાથે, તે એવી રીતે બોલી શકતી નથી કે કોઈ અજાણ્યો વ્યક્તિ તેનો અવાજ સાંભળી શકે અથવા તેને જોઈ શકે.

અફઘાનિસ્તાનમાં મહિલાઓને ફોટોગ્રાફ લેવા, વિડિયો બનાવવા અથવા કોઈપણ રીતે કેમેરા સામે આવવાની મનાઈ છે. તેમને એક્સપોઝ થવા પર પ્રતિબંધિત છે.

આ સાથે અહીંની મહિલાઓ રેડિયો કે ટીવી પર કામ કરી શકતી નથી. જાહેર પરિષદોમાં પણ ભાગ લઈ શકશે નહીં. મહિલાઓના ઉચ્ચ શિક્ષણ પર પણ તાલિબાનો દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.