લો બોલો ચોરે પણ સમય અને શક્તિ બચાવી! ATM ચોરીના ગુના આચરવા ટોળકી પ્લેનમાં ગુજરાત આવી, એરપોર્ટના કેમેરાના કારણે ઝડપાયા

|

Mar 13, 2024 | 6:37 AM

એટીએમ ચોરીની ઘટનામાં સૌથી ચોંકાવનારી હકીકત એ સામે આવી કે ચોર હરિયાણાથી વાયા દિલ્લી ગુજરાતમાં પ્લેનમાં ચોરી કરવા આવ્યા હતા અને કામ પતાવી તેઓ પ્લેનમાં પરત ગયા હતા. પોલીસે એરપોર્ટ સહિતના ફૂટેજના આધારે ટોળકીને શોધી કાઢી ઝડપી પાડી છે

1 / 6
ભરૂચ  : ગત તા.૧૯,૨૦/૦૨/૨૦૨૪ ના રોજ રાત્રી દરમ્યાન સફેદ કલરની સ્કોર્પિઓ ફોરવ્હીલ કારમાં ધસી આવી દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના જોલવા ગામે આવેલ ATM મશીનને ગેસ કટર વડે કાપવાનો થયો હતો પરંતુ સાયરન વાગતા પકડાઇ જવાના ડરથી ટોળકી નાસી ગઈ હતી. રાતે થોડા સમય બાદ ગેંગ વાગરા ટાઉનમાં જે.બી.કોમ્પલેક્ષ આવેલ HDFC બેંકના ATM મશીનનું ગ્રાઉટીંગ તોડી ATM મશીનને સ્કોર્પિઓમાં ગાડીમાં મુકી તેમાં રાખેલ રોકડ રૂપિયા ૩,૫૨,૫૦૦/- ની ચોરી કરી નાસી ગયા હતા. બંને ગુણ નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી.

2 / 6
              ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાએ લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કોવોર્ડની અલગ અલગ ટીમ બનાવી આ ટોળકીને ઝડપી પાડવા પ્રયત્નો હાથ ધર્યા હતા. આ ગુનાની તપાસ દરમ્યાન વાગરા તાલુકાના  ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં આરોપીઓ દ્વારા ATM મશીનને ગેસ કટર વડે કટ કરેલ ATM ના ભાગો મળી આવ્યા હતા. ભરૂચના ATM ચોરીના બનાવ બાદ તુરંત જ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે પણ આ જ મોડસ ઓપરેન્ડીથી SBI ATM ની ચોરી કરવામાં આવી હતી.

3 / 6
 ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા રૂટ ઉપરના 500 થી વધુ CCTV ફુટેજનું એનાલીસીસ કરી આરોપીઓને આઇડેન્ટીફાય કરી આરોપીઓ સુધી પહોંચવા સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા.  ટોળકીનો સાગરીત ઇરફાન ઉર્ફે રોનકની અટકાયત કરી પૂછપરછ કરતા  તેણે  જણાવેલ કે અંકલેશ્વર IIFL ગોલ્ડની લૂંટમાં પકડાયેલ સલીમ ઉર્ફે મુસાએ ભરૂચ શહેર ફાતીમા પાર્કમાં મકાન ભાડે રાખી ત્યાં મેવાતી ગેંગના સભ્યોને બોલાવી તેના મારફતે આ ATM ચોરી કરાવે છે.

4 / 6
આ મુખ્ય સુત્રધાર સલીમ ઉર્ફે મુસો તથા તેના સાગરિતો હાલ ઇન્દોરમાં છુપાયેલા છે. આ હકીકત આધારે SOG પો.સ.ઇ.  આર.એસ.ચાવડાની આગેવાનીમાં લોકલ ક્રાઇમ બ્રાંચ/પેરોલ ફર્લો સ્ક્વોડની એક ટીમ તાત્કાલિક ઇન્દોર મોકલી આપી આરોપીઓને ઇન્દોર પોલીસની મદદથી ઇન્દોર ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળેવી હતી .

5 / 6
ટોળકી ચોરી કરવા નિષ્ણાંતોની ટિમ સાથે રાખતી હતી. ટોળકીમાં ૨ સાગરીત એવા છે કે જે એટીએમ મશીનને ગેસ કટરની મદદથી તોડી નાખવામાં નિપુણતા ધરાવે છે

6 / 6
આઘી ઘટનામાં સૌથી ચોંકાવનારી હકીકત એ સામે આવી કે ચોર હરિયાણાથી વાયા દિલ્લી ગુજરાતમાં પ્લેનમાં ચોરી કરવા આવ્યા હતા અને કામ પતાવી તેઓ પ્લેનમાં પરત ગયા હતા. પોલીસે એરપોર્ટ સહિતના ફૂટેજના આધારે ટોળકીને શોધી કાઢી ઝડપી પાડી છે

Next Photo Gallery