વજન ઘટાડવાના ચક્કરમાં શું તમે પણ સવારે કરો છો આ ભૂલો? ચેતી જજો નહીં તો પડશે ખરાબ અસર

|

Jul 09, 2022 | 5:36 PM

Weight loss mistakes : વજન ઘટાડવા માટે લોકો ઘણી બધી રીતો અજમાવતા હોય છે. તેમાંના કેટલાકને ફાયદો થાય છે, કેટલાક નુકસાન પહોંચાડે છે. ક્યાંક તમે પણ વજન ઘટાડવામાં સવારે આ ભૂલો તો નથી કરી રહ્યા. ચાલો જાણીએ...

1 / 5
વજન ઘટાડવા માટે લોકો ઘણી બધી રીતો અજમાવતા હોય છે. તેમાંના કેટલાકને ફાયદો થાય છે, કેટલાક નુકસાન પહોંચાડે છે. ક્યાંક તમે પણ વજન ઘટાડવામાં સવારે આ ભૂલો તો નથી કરી રહ્યા. ચાલો જાણીએ.

2 / 5
નાસ્તો ન કરવોઃ વજન ઓછું કરવા માટે હળવો ખોરાક લેવો જોઈએ, પરંતુ લોકો નાસ્તો ન કરવાની ટેવ પાડતા હોય છે. નિષ્ણાતોના મતે, ભૂલથી પણ નાસ્તો ન કરવાની ભૂલ ન કરવી જોઈએ. ભલે વજન ઘટવા લાગે, પરંતુ તમારું શરીર રોગોનો ભોગ બની શકે છે. તેથી નિયમિત નાસ્તો કરવો જોઈએ.

3 / 5
કાર્બોહાઇડ્રેટ ન લેવુંઃ કસરત અને ડાયટ રૂટીન દ્વારા વજન ઘટાડી શકાય છે, પરંતુ આ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. શરીર માટે માત્ર પ્રોટીનનું સેવન પૂરતું નથી. આ સાથે એવા ખોરાક લો જેમાં કાર્બોહાઇડ્રેટની માત્રા પણ હોય. મોટાભાગના લોકો પ્રોટીન પર જ આધાર રાખે છે.

4 / 5
કસરત કર્યા પછી થતી ભૂલો : વજન ઘટાડવા માંગતા કેટલાક લોકો એવું પણ માને છે કે જો કસરત દરમિયાન પરસેવો નીકળતો હોય તો કેટલાક કલાકો સુધી પાણી ન પીવું જોઈએ. તેનાથી ચરબી ઘટતી હોય છે. જ્યારે નિષ્ણાતો કહે છે કે એક્સરસાઇઝ દરમિયાન વચ્ચે વચ્ચે થોડું પાણી પીવું જોઈએ.

5 / 5
વધારે ગરમ પાણી પીવુ : ઘણા લોકો એવી વાત માને છે કે ગરમ પાણી પીવાથી ચરબી ઘટે છે. નિષ્ણાતોનું માનવુ છે કે, વધારે ગરમ પાણી શરીરમાં જવાથી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. ગરમ પાણી ઓછી માત્રામાં પીવુ જોઈએ.

Next Photo Gallery