IND vs AUS : રાજકોટમાં હાર્દિક સહિત આ પાંચ ખેલાડીઓ નહીં રમે, કેપ્ટન રોહિતે આપી જાણકારી

|

Sep 26, 2023 | 11:49 PM

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ ત્રણ મેચની વનડે સીરિઝની અંતિમ મેચની પ્લેઈંગ 11ને લઈ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં મોટું નિવેદન આપ્યું હતું. રોહિતે જણાવ્યું હતું કે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં પાંચ સ્ટાર ખેલાડીઓ નહીં હોય. આ પાંચ ખેલાડીઓ છે અક્ષર પટેલ, મોહમ્મદ શમી, હાર્દિક પંડયા, શાર્દુલ ઠાકુર અને શુભમન ગિલ. અક્ષર ઈજાગ્રસ્ત છે, જ્યારે અન્ય ખેલાડીઓને આરામ આપવામાં આવશે. ગુજરાતના રાજકોટમાં મેચ રમાવાની છે અને બે ગુજ્જુ ખેલાડીઓ આ મેચમાં નહીં હોય, પરંતુ વિરાટ, રોહિત, કુલદીપની સાથે બુમરાહ રાજકોટમાં રમતો જોવા મળશે.

1 / 5
અક્ષર પટેલ ઈજાના કારણે પહેલા જ સીરિઝથી બહાર થઈ ચૂક્યો હતો એવા સંકેત હતા, પરંતુ રોહિતે જાણકારી આપી છે કે તે NCAમાં છે અને રિકવરી કરી રહ્યો છે અને રાજકોટમાં તે નહીં રમે.

2 / 5
બરોડાનો હાર્દિક પંડયા ટીમનો વાઈસ કેપ્ટન છે અને તે પહેલી બે મેચમાં પણ ટીમમાં સામેલ ન હતો, રાજકોટમાં પણ તેને આરામ આપવામાં આવશે, તે રમશે નહીં પરંતુ રાજકોટમાં હાજર રહેશે.

3 / 5
ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર પણ સતત રમી રહ્યો છે જેથી વર્લ્ડ કપ પહેલા તેને આરામ આપવાનું ટીમ મેનેજમેન્ટે નક્કી કર્યું છે.

4 / 5
ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ રાજકોટમાં નહીં રમે, તેને પણ આરામ આપવામાં આવશે. શમી તેનું ફોર્મ અને ફિટનેસ મેળવી ચૂક્યો છે.

5 / 5
દમદાર ફોર્મમાં ચાલી રહેલ શુભમન ગિલ પણ રાજકોટમાં બેટિંગ કરતો નહીં જોવા મળે. તેને પણ વર્લ્ડ કપ પહેલા એક મેચમાં આરામ આપવામાં આવશે.

Next Photo Gallery