
અમી સુભાષ બોલ્ચી (2011)- આ બંગાળી ફિલ્મ એક એવા માણસ વિશે હતી જેનું જીવન નેતાજીને મળ્યા બાદ સાવ બદલાઈ ગયું. તેનું દિગ્દર્શન મહેશ માંજરેકરે કર્યું હતું. ફિલ્મનો હીરો તરીકે મિથુન ચક્રવર્તીએ રોલ ભજવ્યો હતો. જે તેની માતૃભાષા અને દેશ માટે લડતો હોય છે.

નેતાજી સુભાષચંદ્ર બોઝ: ધ ફોરગોટન હીરો (2004) - આ ફિલ્મમાં સચિન ખેડેકરે નેતાજીનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મની સ્ટોરી મહાત્મા ગાંધીજી અને નેતાજી વચ્ચે તેમના જર્મનીથી વિદાય લેવા અંગેના મતભેદની પર હતી.

સુભાષ ચંદ્ર (1966) - પિયુષ બોઝ દ્વારા બનાવવામાં આવેલી આ બંગાળી ફિલ્મમાં નેતાજીના બાળપણ, કોલેજના દિવસો, ICS પાસ કરવાની વાત, અને શરૂઆતી રાજકીય અભિયાન તેમજ પોલીસ દ્વારા ધરપકડની સ્ટોરી પર હતી. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે બાળ સુભાષના મગજમાં કેવી રીતે સ્વતંત્રતા સેનાનીનો જન્મ થયો.

સમાધી (1950) - દિગ્દર્શક રમેશ સહગલ દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મમાં ફ્રીડમ ફાઇટર્સના નેતા અને નેતા સુભાષચંદ્ર બોઝના વિચાર અને રાજકીય વ્યુને બતાવવામાં આવ્યા છે. જો કે આ ફિલ્મ સીધા નેતાજી વિશે નહોતી. તે એક INA સૈનિકની વાર્તા હતી જે દેશ માટે તેના પ્રેમ અને બહેનનો ત્યાગ કરે છે.