
ઘરમાં તમે જે લાઈટ કે બલ્લ લગાવ્યો છે તે વધારે વીજળી બાળી શકે છે આથી LED બલ્બ કે ટ્યુબલાઈટ વાપરો જે ઓછા પાવરનો વપરાશ કરે છે અને તેની આયુષ્ય પણ વધારે છે. તેનાથી તમારું વીજળીનું બિલ ઘટી જશે.

જો તમારા ઘરમાં જુના પંખા લગાવેલા હોય તો તમારે તેને તાત્કાલિક બદલી નાખવા જોઈએ, કારણ કે આ પંખા 100 થી 140 વોટના હોય છે, જ્યારે હવે માર્કેટમાં નવી ટેક્નોલોજીના BLDS પંખા આવી ગયા છે, જે 40 વોટ સુધીના છે અને આમાં વીજળી ખર્ચમાં ઘણો ઘટી જાય છે.

તમે રેફ્રિજરેટરનો દરવાજો વધુ સમય સુધી ખુલ્લો ન રાખો અને તેની ઉપર વસ્તુઓ રાખવાનું ટાળો.

તમે જે પણ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ઘરે લાવો છો, તે કેટલી ઉર્જા કાર્યક્ષમ છે તે ચોક્કસપણે તપાસો. તેમનું સ્ટાર રેટિંગ 4 કે 5 હોવું જોઈએ. એટલે કે તમે ફ્રિજ વાપરી રહ્યા છો તો તે કેટલા સ્ટારનું છે તે લેતા પહેલા જ ચેક કરજો કારણ કે ઓછા સ્ટારનું ફ્રિજ વધુ વીજળી વાપરે છે

આ બધા સિવાય, તમારે ACને માત્ર 24 ડિગ્રી પર ચલાવવું જોઈએ , આ સાથે ફ્રિજને પણ ધીમુ-ફાસ્ટ કર્યા વગર મીડિયમ પર ચલાવવું જોઈએ. આમ આ બધુ કરવાથી વીજળી બિલમાં તમે જલદી ઘટાડો જોઈ શકશો.