
ફૂટયા વગરના ફટાકડાને ચકાસવું નહિ. તેને છોડી દો. હાથમાં ફટાકડા ફોડવાની હિંમત કરશો નહિં. વાહનમાં ફટાકડા ફોડશો નહિં.લાંબા કપડાં જલ્દીથી આગ પકડતાં હોય છે તેથી તે પહેરવાનું ટાળો.ફટાકડા ફોડતી વખતે સીન્થેટીકના કપડાં પહેરશો નહિં.

ફટાકડાને કારણે આંખને ઇજા થઇ હોય તો આંખને મસળવું નહિં તથા આંખમાં ખૂંચી ગયેલી વસ્તુને ખેંચીને કાઢવાનો પ્રયત્ન કરવો નહિં.આંખમાં કેમીકલ પડી જતાં આંખને ઠંડા પાણીથી ૧૦ થી ૧૫ મીનીટ સુધી ધોવું અને તરત આંખના ડોકટરની સલાહ લેવી.