
ઝારખંડની રાજધાની રાંચી અને જમશેદપુરને જોડતા નેશનલ હાઈવે-33 પર એવા ઘણા અકસ્માતો થાય છે જેને જોઈને આશ્વર્ય થાય. લોકો આ વિશે કહે છે કે ભૂત આવું કરી રહ્યું છે તો કેટલાક લોકો માને છે કે આ રસ્તો શ્રાપિત છે. આ હાઈવેની બંને બાજુએ મંદિર છે અને એવું માનવામાં આવે છે કે જો કોઈ વાહન ચાલક બંને મંદિરોમાં રોકાઈને પ્રાર્થના ન કરે તો તેનું વાહન અકસ્માતનો ભોગ બને છે.

આ છે મુંબઈ-ગોવા હાઈવે પર આવેલા કશેડી ઘાટ, જેને લોકો ભૂતિયા રસ્તો માને છે. લોકોનું માનવું છે કે તેની સુંદરતા માટે પ્રખ્યાત આ જગ્યા રાત્રે ડરામણી બની જાય છે. રાત્રિના સમયે અહીંથી પસાર થતા વાહનોને એક મહિલા રોકે છે અને જે ડ્રાઈવર કારને રોક્યા વગર જ જવાનો પ્રયાસ કરે છે, તે અકસ્માતનો ભોગ બને છે.