આજના સમયના મોટાભાગના યુવાનોનો જન્મ 90ના દશકમાં થયો હશે. તે સમયની વાત જ કઈક અલગ હતી. પણ તે સમયે ટેક્નોલોજી અને સુવિધાની અછતને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. આજે તે સમસ્યાઓમાંથી છુટકારો મળ્યો છે. ચાલો જાણીએ 90ના દશકની કેટલીક સમસ્યાઓ વિશે.
ઈનકમિંગ કોલમાં લેવાતા હતા પૈસા - 90ના દશકમાં વર્ષ 2000ની શરુઆતમાં ઈનકમિંગ કોલ માટે પૈસા લાગતા હતા. તે સમયે તમારા ફોનમાં ઈનકમિંગ કોલ માટે મિનિમમ બેલેન્સની જરુરત પડતી હતી.
ફોટા માટે લાંબો સમય - 90ના દશકમાં ફોટો પાડ્યા પછી ફોટો મેળવવામાં ખુબ સમય લાગતો હતો. તે સમયે કોડક ફિલ્મ રીલ, ફોટો પાડવા માટેનો એકમાત્ર રસ્તો હતો. ફોટો પાડ્યા પછી લગભગ 1 અઠવાડિયા પછી તે પ્રિન્ટ થઈને મળતા હતા.
પેઈડ SMS - તે સમયે SMS કરવા માટે 1 રુપિયા ચાર્જ લાગતો હતો. તે સમયે SMS પેકને રિન્યૂ કરવા માટે સ્ક્રેચ કાર્ડનો ઉપયોગ થતો હતો.
કેસેટ ટેપ - તે દશકમાં ટેપ રેકોર્ડર હતા. તેમાં રીલ વાળી કેસેટનો ઉપયોગ થતો હતો. પણ જ્યારે તેની રીલ ખરાબ થતી હતી, તો ઘણા લોકો તેને પેન્સિલથી બરાબર કરવું પડતુ હતુ. પણ આ કામ ખુબ કંટાળાજનક હતુ.